માનવજ્યોતને અનુદાન અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની વિવિધ પ્રવૃત્તિઓને વેગ આપવા દાતાશ્રીઓ દ્વારા અનુદાન આપવામાં આવેલ. સ્વ. વાસંતીબેન મનસુખભાઇ ઘીવાલા પરિવાર ભુજ દ્વારા રૂા. ૨૧ હજાર, ગઢવી સવરાજ લખમણ-મુજપુર દ્વારા રૂા. ૨૨ હજાર, વી.કે. પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ-ભુજ દ્વારા રૂા. ૧૧ હજાર, નરેશભાઇ ખીમજી સેવાણી-નારાણપર દ્વારા રૂ. ૧૨ હજાર, વેલબાઇ શીવજી ભંડેરી-મીરઝાપર દ્વારા રૂા. ૨૦ હજારનું અનુદાન અપાયું હતું.

માનવજ્યોત સંસ્થા વતી શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાએ દાતાશ્રી પરિવારોનો આભાર માન્યો હતો