જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-ભુજ દ્વારા ૩૦૦ જરૂરતમંદ લોકોને ભોજન પહોંચાડાયું

કોરોના મહામારી સંકટ વચ્ચે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા ૩૦૦ જરૂરતમંદ લોકોનાં ઝુંપડા-ભૂંગાઓ સુધી જઈ ભોજન પહોંચાડાયું હતું. અને લોકો ભરપેટ જમીને ખુશી વ્યક્ત કરી હતી. 

વિતરણ વ્યવસ્થા સિનિયર પેરાલીગલ વોલન્ટીયર પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની તથા રફીક બાવાએ સંભાળી હતી. જરૂરતમંદો સુધી આ ભોજન પહોંચ્યું હતું.