માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ વિસ્તારમાં ઝુંપડા અને ભૂંગાઓમાં રહેતા ૧૦૦ શ્રમજીવી પરિવારોનાં ભૂંગા ઝુંપડા સુધી જઇ ઠંડા પાણીનાં માટીનાં માટલા વિતરણ કરવામાં આવ્યા હતા.
શ્રમજીવી પરિવારોને કાળઝાળ ગર્મીમાં પીવાનું ઠડું પાણી મળી રહે તેવા ઉદ્ેશ સાથે ૧૦૦ શ્રમજીવી પરિવારોનાં ઝુંપડે ઠંડા પાણીનાં માટીનાં માટલા વિતરણ કરાયા હતા.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, શંભુભાઇ જાષી, રફીક બાવા, પ્રવિણ ભદ્રા, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની,દિપેશ શાહે સંભાળી હતી.

