ભુજ અને બુજવિસ્તારમાં ખૂંગા-પાકા મકાનોમાં રહેતા અને જરૂરતમંદ પરિવારો દિવતીપર્વ આનંદ ઉલ્લાસપૂર્વક માણી શકે તેવા ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા જરૂરતમંદ લોકોને કપડા વિતરણ, મહિલાઓને સાડી વિતરણ, શ્રમજીવીક બાળકોને નવા વસ્ત્રો વિતરણ તથા નવા સૂઝ વિતરણ કરાયા હતા. સંસ્થાનાં વાહન દ્વારા ભુજ શહેરની ચારે દિશામાં વિતરણ કાર્ય ચાલી રહ્યું છે. ગરીબ અને જરૂરતમંદ લોકો દિપાવલી પર્વની ઉજવણીમાં જોડાઇ રહ્યા છે.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, પરેશ માહેશ્વરી, દિપેશ શાહ, દિલીપ સાયલા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા સંભાળી રહ્યા છે

