ચૈત્રી નવરાત્રી અને રામનવમી નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ભગવતી વિદ્યામંદિરનાં બાળશ્રમયોગીઓને શૈક્ષણિક સાધનો તથા મીઠાઇ અર્પણ કરાયા હતા. બાળકોએ ખુશી વ્યક્ત કરી હતી.
રાજુભાઇ દાફડા, માલશીં માતંગ, રમણિક ઝાલા, જશાભાઇ મોથારિયા તથા માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, શિક્ષીકા કાન્તાબેન જોગી ઉપસ્થિત રહી બાળકોને શૈક્ષણિક સાધનો તથા લાડુ અર્પણ કરી ચૈત્રી નવરાત્રી, આઠમ તથા રામનવમીની શુભેચ્છાઓ પાઠવી હતી.

