ભાનુશાલી યુવા ગ્રુપ-ટ્રસ્ટ માધાપરે, માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ, માનસિક દિવ્યાંગોને અલ્પાહાર કરાવી તેઓ સ્વસ્થ બની ઘર સુધી પહોંચે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. ભાનુશાલી યુવા ગ્રુપ ટ્રસ્ટ-માધાપરનાં શ્રી વિનેશ ભાનુશાલી, મનીષ ભાનુશાલી, મહેશ ભાનુશાલી સહિતનાં યુવાનો આ સેવાકાર્યમાં જાડાયા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, ગુલાબ મોતાએ આભાર વ્યક્ત કર્યો […]
Category Archives: Activities
શ્રી શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટ-ભુજ તથા શ્રી અરિહંત નગર મહિલા મંડળ ભુજ દ્વારા ભુજ શહેરનાં જરૂરતમંદ લોકોને ગરમ ધાબડા વિતરણ કરી ઠંડી સામે રક્ષણ આપવામાં આવ્યું હતું. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ ઝુંપડા અને ભુંગામાં રહેતા અને ઠંડીમાં ઠુંઠવાતા લોકો સુધી ગરમ ધાબડા પહોંચ્યા હતા. મિતાબેન ગોર, કલ્પાનાબેન ઠક્કર, દિવ્યાબેન ગોર, હેતલબેન ઠક્કર, સોનલબેન ભરતવાલા, […]
મોલાના આઝાદ નેશનલ ઉર્દુ યુનિવર્સીટી હૈદ્રાબાદના પૂર્વ ચાન્સલર અને પરસોલી કોર્પોરેશન લી. નાં મેનેજીંગ ડાયરેકટર અને શ્રેષ્ઠવક્તા શ્રી જાફર સરેશવાલાને વડોદરા મધ્યે રૂબરૂ મુલાકાત કરી, ભુજમાં માનવજ્યોતની ચાલી રહેલી પ્રવૃત્તિઓની માહિતી પ્રબોધ મુનવરે આપતાં તેઓશ્રીએ ખુશ થઇ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી, કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, યુથ આપણો છે એવો દુનિયામાં કયાં પણ […]
મહારાજા સહ્યાજીરાવ યુનિવર્સીટી ઓફ બોર્ડ દ્વારા નેશનલ યુથ કોન્ફરન્સ મહારાજા સહ્યાજીરાવ યુનિવર્સીટી વડોદરા મધ્યે યોજાઇ હતી. ત્રિદિવસીય કોન્ફરન્સમાં રાજ્યસભાનાં સભ્ય ડો. વિનય સહસરાબુદ્ધે, નેશનલ ઉર્દુ યુનિવર્સીટીનાં પૂર્વ ચાન્સલર જાફર સરેસવાલા, ડો. અજય રણકા, કેરાલાનાં રાજ્યપાલ શ્રી આરીફ મોહમદખાન, ભાજપના નેશનલ જનરલ સેક્રેટરી શ્રી રામમાધવ, સુપ્રિમ કોર્ટના એડવોકેટ શ્રી જે. સાંઇ દિપક, શ્રી ગુરૂપ્રકાશ, શ્રી સુદર્શન […]
કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા-પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી તેને સારી સારવાર આપી તેનું રાજ્ય, શહેર, ગામ શોધી આપી તેમને ઘર સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારે વર્ષો પછી પરિવારજનો સાથે તેમનું મિલન થતું હોય છે. જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-ભુજ, મહારાષ્ટ્રનાં કર્જતની શ્રદ્ધા રીબીલીટીસન […]
ગુજરાતની વિવિધ યુનિવર્સીટીઓ, શાળા, કોલેજાનાં વિદ્યાર્થી ભાઇ-બહેનો સામાજિક કાર્યકરની ટ્રેનીંગ માનવજ્યોત સંસ્થા ભુજમાં રહીને મેળવે છે. તેઓને ૩૦ થી ૪૫ દિવસની ટ્રેનીંગ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં ગુજરાતનાં ૧૩૪ વિદ્યાર્થી ભાઇ- બહેનોએ માનવજ્યોત અને શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે રહી વિવિધ પ્રવૃત્તિઓમાં જાડાઇ સામાજિક કાર્યકર તરીકેનો અનુભવ અને ટ્રેનીંગ મેળવી હતી અને કાઉન્સલીંગ […]
ભુજથી પાલારા માર્ગે સનદાદા રોડનાં ખૂણે સિમેન્ટની તકતી પાછળની ઝાડીમાંથી એક ચાર માસની જીવીત બાળકી મળી આવી હતી. દરરોજ સવાર-સાંજ પાલારા શ્રી રામદેવ સેવાશ્રમ જઇ રહેલા માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર તથા વાહન ચાલક ઇરફાન લાખાએ વાહનમાંથી સનદાદા માર્ગે ખૂણામાં ઝાડી નીચે કપડું ઉડતું જાયું અને કોઇક બાળક રડતું હોય તેવો અવાજ સાંભળી તુરત જ ગાડી […]
મકરસક્રાંતિ પર્વ નિમિત્તે જુદી-જુદી સોસાયટી, ફળિયા, શેરી અને સંસ્થાઓમાં ધાબા ઉપર બપોરનાં ભોજન યોજાયા હતા. જેમાં વધી પડેલો ૩૦૦ કિલો ઉધીયું તથા મુઠીયા, ખાંડવી વિગેરે માનવજ્યોત સંસ્થાએ એકઠું કરી ગરીબોનાં ઝુંપડે વિતરણ કરતાં ૩ હજાર ગરીબોએ ઉધીંયાનો સ્વાદ માણી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. એમનાં નાના ભૂલકાઓએ પણ આનંદ માણ્યો હતો. કેટલાક યુવકો-યુવતીઓએ વધી પડેલ […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મકરસંક્રાંતિ પર્વની ઉજવણી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે કરવામાં આવી હતી. પવિત્ર મકરસંક્રાંતિ પર્વે દાન-પૂન કરવાનાં ભાવ સાથે અનેક પુણ્યશાળીઓ માનસિક દિવ્યાંગોનાં પાલારા મધ્યે આવેલ શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે પહોંચ્યા હતા. આશ્રમે સવારથી જ પુણ્યશાળી આત્માઓ અહીં ઉમટી પડ્યા હતા. માનસિક દિવ્યાંગોને નવા વસ્ત્રો , ખાવા- પીવાની વસ્તુઓનું સ્વહસ્તે વિતરણ કરી પૂણ્યનું […]
ભુજમાં અચાનક માવઠું થતાં વરસાદ અને ઠંડી વચ્ચે ઝુંપડા અને ભૂંગામાં રહેતા લોકોને માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા બિસ્તર વિતરણ કરવામાં આવ્યા હતા. ઓઢવા-પાથરવાની ગરમ જરૂરી વસ્તુઓ પ્રાપ્ત થતાં આવા પરિવારોને પણ ઠંડી સામે રક્ષણ મળતા અનેક પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી.વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રફીક બાવા, સલીમ લોટા, વિક્રમ રાઠીએ […]









