માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોરોના મહામારી સંકટમાં જરૂરતમંદોને સાડી તથા વસ્ત્રો વિતરણ કરાયા હતા. આવા સમયમાં લોકોને આ કપડા બહુ ઉપયોગી બન્યા હતા. શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં જરૂરતમંદો સુધી સાડી, વસ્ત્રો પહોંચતા કરાયા હતા. વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોનીએ સહકાર આપ્યો હતો.
Category Archives: Activities
જન્મદિને અને પુણ્યતિથિએભૂખ્યાજય નીલ ભટ્ટે પોતાનો જન્મદિવસ, કોરોના મહામારી સંકટમાં ભુજ વિસ્તારમાં જરૂરતમંદ ૧૦૦ ભૂખ્યા લોકોને ભોજન કરાવીને મનાવ્યો હતો. તૈયાર રસોઇ બનાવી માનવજ્યોતને આપતાં ભૂખ્યા સુધી ભોજન પહોંચ્યું હતું. હબાયનાં નંદકિશોરભાઇએ પોતાનાં પિતાશ્રી સ્વ. માવજી રાણા કેરાસિયાની પુણ્યતિથિ નિમિત્તે કોરોના મહામારી સંકટમાં ભુજ વિસ્તારમાં જરૂરતમંદ ૧૦૦ ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું હતું. તૈયાર રસોઇ બનાવી […]
કોરોના મહામારી સંકટમાં લોકોને ઉપયોગી થનાર અને ભુજ વિસ્તારમાં દરરોજ ૨૫૦૦ ભૂખ્યા લોકોને તેમનાં ઘર સુધી જઇ ભોજન કરાવનાર અને ૧૬ વર્ષથી ભુજ અને ભુજ વિસ્તારમાં માનવસેવા, જીવદયા તથા પર્યાવરણ લક્ષી અને વ્યસનમુક્ત અભિયાન જેવી પ્રવૃત્તિ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓથી ખુશ થઇ શ્રી ભગુભા જુવાનસિંહ વાઘેલા પરિવાર, અશોકસિંહ બી.વાઘેલા, પ્રદિપસિંહ બી. વાઘેલા તથા […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા લોકડાઉન દરમ્યાન દરરોજ ૨૫૦૦ થી વધુ જરૂરતમંદ લોકોને દરરોજ બપોરે તેમનાં ઝુંપડા-ભૂંગા મકાનો સુધી જઇ ભોજન પહોંચાડવામાં આવે છે. આ પ્રવૃત્તિથી અનેકોનાં પેટનો ખાડો પૂરાઇ રહ્યો છે. અને એક પછી એક ગામો, ટ્રસ્ટો, મહિલા મંડળો, યુવક મંડળો, મંદિર ટ્રસ્ટો આ સેવા યજ્ઞને આગળ ધપાવી રહ્યા છે. દરરોજ બપોરે ૨૫૦૦ ભૂખ્યા લોકોને […]
માધાપર નવાવાસ વિસ્તારમાં આવેલ પાર્શ્વનાથ સોસાયટીનાં રહેવાસીઓ છેલ્લા ૧૫ દિવસથી દરરોજ ૨૦૦ જણાની તૈયાર રસોઇ બનાવી માનવજ્યોત સંસ્થા ભુજને આપે છે. આ ગરમ રસોઇ અનેક જરૂરતમંદોનાં જઠારાગ્ન ઠારે છે. યોગેશ ગોસ્વામી તથા સર્વે કાર્યકરો અને બહેનો માનવસેવાનું આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. દરરોજ અનેકોનાં પેટન ખાડો પુરાઇ રહ્યો છે. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે આભાર વ્યક્ત […]
ભુજ શહેર મુન્દ્રા રોડના આઇયાનગર વિસ્તારનાં ઓમકારેશ્વર મહિલા મંડળ ભુજ દ્વારા તૈયાર રસોઇ બનાવી માનવજ્યોત સંસ્થા ભુજને આપવામાં આવતાં ભુજ વિસ્તારમાં જરૂરતમંદો ભરપેટ જમ્યા હતા. મહિલા મંડળનાં કમલબેન જાષી, જાગૃતિબેન અંતાણી, જયેન્દ્રબાળા માંડલીયા, ભાવનાબેન સોની, હેતલબેન મહેતા, સીમાબેન કોકા, જ્યોતિબેન મડિયાર, પ્રવિણાબેન, હંસાબેન, પ્રિયાબેન તથા મંડળનાં સર્વે બહેનોએ તૈયાર ભોજન બનાવવા સહભાગી બન્યા હતા. વિનોદભાઇ […]
ભુજ તાલુકાનાં ઝીંકડી ગામે મિશન મંગલમ્ યોજનાનાં સખી મંડળનાં બહેનો તથા પરમેશ્વર સખી મંડળ અને ઝીંકડી ગામવાસીઓએ ૩૦૦ જણાંની તૈયાર રસોઇ બનાવી માનવજ્યોત સંસ્થા ભુજને આપતાં ભુજ વિસ્તારમાં જરૂરતમંદોનાં ઝુંપડે જઇ આ રસોઇ વિતરણ કરતાં ગરીબોનાં પેટનો ખાડો પૂરાયો હતો. ઝીંકડી ગામનાં બહેનો સાથે મળી ડીસ્ટન્સ જાળવી રસોઇ તૈયાર કરી માનવતાનાં આ કાર્યમાં સહયોગી બન્યા […]
કુકમા ગામની અંદર વિવિધ દાતાશ્રીઓનાં સહકારથી સેવાયજ્ઞ ચાલી રહ્યું છે. અહીં દરરોજ ૨૦૦ જણાની તાજી-ગરમ તૈયાર રસોઇ બનાવીને માનવજ્યોત સંસ્થા ભુજને આપવામાં આવે છે. માનવજ્યોત સંસ્થા આ રસોઇથી ભુજ વિસ્તારમાં કોરોના સંકટમાં ભૂખ્યાઓને ભોજન કરાવી રહી છે. આ તૈયાર રસોઇથી અનેકોનાં જઠારાગ્ન ઠરે છે. કુકમા ગામવાસીઓ એક પછી આ સેવાયજ્ઞમાં જાડાઇ સેવાકાર્યને આગળ ધપાવી રહ્યા […]
ભુજ નગરપાલિકાનાં નિવૃત્ત કર્મચારી અને પેન્શનર શ્રી હરેન્દ્ર મહેતા દ્વારા માનવજ્યોત સંસ્થાની અત્યારે ચાલી રહેલી કોરોનાં સામેની લડતની પ્રવૃત્તિથી ખુશ થઇ સંસ્થાને ૫૧ હજારનું અનુદાન આપ્યું હતું. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ ના ગોઝારા ભુકંપમાં પોતાની પત્ની, પુત્ર, પુત્રવધુ ગુમાવનાર શ્રી હરેન્દ્ર મહેતાએ કોરોનાથી ઉભી થયેલ પરિસ્થતિમાં જરૂરતમંદ લોકો સુધી ભોજન પહોંચાડનાર માનવજ્યોત સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી, ભુકંપમાં […]
લાખોંદ રોડનાં આશાપુરા કોલોની બસ સ્ટેશન પાસે આવેલા શ્રી રામદેવપીર મંદિર મધ્યે પૂજારી કાપડી દાદાના માર્ગદર્શન હેઠળ સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. અહીં જરૂરતમંદ લોકો માટે દરરોજ ૨૦૦ જણાની રસોઇ તૈયાર કરી વિતરણ માટે માનવજ્યોત સંસ્થા ભુજને આપવામાં આવે છે. આ ભોજન જરૂરતમંદો સુધી પહોંચતા તેમનો જઠારાગ્ન ઠરે છે. આજુ-બાજુનાં વિસ્તારનાં ભાઇ-બહેનો અહીં સેવાઓ આપી રહ્યા […]










