Category Archives: Activities

ભુજ ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયની ૪૧૪ મી વર્ષગાંઠ ઉજવાઇ

ભુજ શહેર વાણિયાવાડ ડેલા મધ્યે આવેલ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયની ૪૧૪ મી વર્ષગાંઠ પ પૂ. મુનિરાજ શ્રી આર્યરત્નસાગરજી મ. સા., પ.પૂ. સા. શ્રી કીર્તિલતાશ્રીજી મ. સા.પૂ. સા.શ્રી સૌમ્યતાશ્રીજી મ. સા., પૂ. સા. શ્રી ઋજુપ્રજ્ઞાશ્રીજી મ. સા.ની શુભ પાવન નિશ્રામાં ધાર્મિક આરાધનાઓ અને શાસ્ત્રોક્ત વિધિવિધાનો સાથે ઉજવાઈ હતી. આ પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવ ઉજવાયો હતો. પ્રથમ દિવસે […]

નારાયણ સરોવરમાં યાત્રાળુઓને માસ્ક વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા તીર્થધામ નારાયણ સરોવર મધ્યે દર્શનાર્થીઓને માસ્ક વિતરણ કરવામાં આવેલ તેમજ “દો ગજ કી દૂરી માસ્ક જરૂરી”ની સમજ પણ પૂરી પાડવામાં આવેલ. પ્રબોધ મુનવર, કનૈયાલાલ અબોટી, રાજુ જોગીએ વિતરણ વ્યવસ્થા સંભાળી હતી.

કચ્છમાં પરપ્રાંતિય માનસિક દિવ્યાંગોની સંખ્યામાં થયો ઘરખમ ઘટાડો

કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડયા પાથર્યા રહેતા પરપ્રાંતિય માનસિક દિવ્યાંગોની સંખ્યામાં સતત ઘટાડો થયો છે. માતાનામઢ, નારાયણસરોવર, કોટેશ્વર, નખત્રાણા, માંડવી, અબડાસા, લખપત, ભુજ જેવા શહેરો અને તીર્થધામોમાં રખડતા-ભટકતા માનસિક દિવ્યાંગોની સંખ્યા નહીંવત થઈ છે. અગાઉ તીર્થ ધામોમાં પણ આવા માનસિક દિવ્યાંગો મોટી સંખ્યામાં જોવા મળતા. જે હવે જોવા પણ મળતા નથી. ભુજમાં જેમનાં સગા-સંબંધીઓ […]

માતાનામઢ મધ્યે કાપડની થેલીઓ વિતરણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા તીર્થધામ માતાનામઢ મધ્યે દર્શનાર્થે આવતા ભાવિકોને કાપડની થેલીઓનું વિતરણ કરી પ્લાસ્ટીકની થેલીઓનો ઉપયોગ બંધ કરવા તથા પર્યાવરણની રક્ષા કરવા સમજ પૂરી પાડવામાં આવી હતી. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, કનૈયાલાલ અબોટી, રાજુ જોગીએ સંભાળી હતી.

આંધ્રપ્રદેશનો યુવાન ૧ વર્ષ પછી ઘરે પહોંચ્યો. પરિવાર સાથે થયું ફેર મિલન

આંધ્રપ્રદેશનાં વિજયનગરમ્ જિલ્લાનાં નરશીમનપેઠનો ૩૮ વર્ષિય યુવાન લક્ષ્મણ ગુમથતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે રખડતો-ભટક્તો અન્ય રાજ્યોમાંથી થઈ કચ્છનાં માંડવી બંદર સુધી પહોંચ્યો હતો. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે ૪ મહિના પહેલા તેને માંડવીથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે લઈ આવી મનોચિકિત્સક ડો. મહેશભાઈ ટીલવાણી પાસેથી સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો.  […]

વસંતપંચમી દિને ભોજન સમારંભોની વધી પડેલી રસોઇમાંથી ૪ હજાર ગરીબો ભરપેટ જમ્યા

વસંતપંચમી દિને ભુજ અને ભુજ વિસ્તારનાં ગામડાઓમાં લગ્નોની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. જુદી જુદી સમાજવાડીઓ, મંદિરો, પ્લોટોમાં લગ્ન પ્રસંગે ભોજન સમારંભો યોજાયા હતા.  ભોજન સમારંભોની વધી પડેલી રસોઈ લઈ જવા માનવજ્યોત સંસ્થા ભુજને ૧૬ જેટલા ફોન આવ્યા હતા. સંસ્થાના વાસણો સાથેના વાહનો વિવિધ સમાજવાડીઓમાં પહોંચ્યા હતા. ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ એકઠી કરી ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા […]

સંસ્થાને સિમેન્ટનાં ૩૦ બાંકડા અર્પણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છને દાતાશ્રી મંજુલાબેન મણીલાલ વોરા-રાજન ફર્નીચર ભુજ દ્વારા સિમેન્ટનાં ૩૦ બાંકડા અર્પણ કરાયા હતા.  સંસ્થા વતી પ્રબોધ મુનવર, રમેશભાઈ માહેશ્વરી, અરવિંદ ઠક્કર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ દાતાશ્રી પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

સંસ્થાને માનસિક દિવ્યાંગો માટે રાશન અર્પણ કરાયું

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે દાતાશ્રી ઝહિદ હુશેન મોહમદ યુસુફ મુનશીં ભુજ દ્વારા ચોખા સાથેનું જરૂરી રાશન અર્પણ કરાયું હતું. માનવજ્યોત સંસ્થા વતી પ્રબોધ મુનવર તથા રફીક બાવાએ દાતાશ્રી પરિવારનો આભાર માન્યો હતો. 

માનવજ્યોતને નવું વાહન અર્પણ કરાયું

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની મુલાકાતે આવેલા શ્રી ગોપાલભાઈ માવજી ગોરસીયાએ સંસ્થાની પ્રવૃત્તિઓ નજરે નિહાળી, તથા માનસિક દિવ્યાંગોનું આશ્રમજોઈ ખુશી વ્યક્ત કરી હતી. સંસ્થાનાં વાહનો જૂના થઈ ગયા હોઇ નવા વાહનોની જરૂરિયાતને ધ્યાને લઇ શ્રી માવજીભાઈ દેવરાજભાઈ ગોરસીયા ચેરીટેબલ ટ્રસ્ટ ભુજ તથા સહ પરિવાર તરફથી માનવજ્યોતને નવું ટાટા ગોલ્ડ છોટા હાથી વાહન અર્પણ […]

પચ્ચીસ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બનતાં કર્યું ઘર તરફ પ્રયાણ વર્ષો પછી પરિવારજનો સાથે થશે ફેર મિલન

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના માર્ગદર્શન હેઠળ, માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા કચ્છ સ્થળેથી ૧૭ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજનાં ૮ મળી એકી સાથે પચ્ચીસ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની ઘર તરફ પ્રયાણ કરતાં તેઓને શુભેચ્છા પાઠવવા એક નાનો કાર્યક્રમ રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને સિનિયર સિવિલ […]