માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વર્ષોથી બિનવારસ લાસોની શાસ્ત્રોક્ત વિધિ સાથે અંતિમવિધિ કરવામાં આવે છે. કોરોનાકાળનાં સવા વર્ષ દરમ્યાન એકઠી થયેલી ૨૬ બિનવારસ લાસોનાં અસ્થિઓ ખારી નદી સ્મશાનગૃહ મધ્યે માટલીમાં ભરીને સાચવીને રાખવામાં આવેલ. માનવજ્યોત સંસ્થાની ટીમની ઉપસ્થિતિમાં આ અસ્થિઓ ભરેલ માટલીઓને વિસર્જન માટે શ્રી પ્રબોધ મુનવર, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, રાજેશ જોગી દ્વારા ધ્રબુડી તીર્થે […]
Category Archives: Activities
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનવજ્યોત કાર્યાલય ભુજ મધ્યે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પશ્ચિમકચ્છ વિરાંગના સ્પેશ્યલ સ્કોર્ડના ગાયત્રીબેન બારોટ, ભાવનાબેન આહિર, રમીલાબેન શાહુ, જયશ્રીબેન સાધુની ઉપસ્થિતિમાં સરકારી ગાઇડ લાઇન્સને અનુસરીને સંસ્થાનાં બહેનો યોગ ઉજવણીમાં જોડાયા હતા. બેટી સુરક્ષા દળનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી આશિકાબેન ભટ્ટ, ડો. પ્રતિક્ષાબેન પવાર, હેતલબેન સિંઘે પણ યોગા કર્યા હતા. […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ દ્વારા દાતાશ્રી ગોવિંદભાઇ રામજી ભુડિયા નારાણપર તથા ગીતાબેન દલાલ હસ્તે ભરતભાઇ – લંડનનાં સહયોગથી ભીમઅગિયારસનાં પવિત્ર દિવસે ૧૫ વિધવા બહેનોને સિવણ મશીન તથા રૂપિયા બે-બે હજારની રાશનકીટ અર્પણ કરી પગભર કરાયા હતા. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન આશિકાબેન ભટ્ટે જયારે અતિથિવિશેષપદ વિરાંગના સ્પેશીયલ સ્કોર્ડનાં ગાયત્રીબેન બારોટ,૨મીલાબેન શાહુ તથા […]
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના માર્ગદર્શન હેઠળ, માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ સ્થળેથી ૧૪ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજનાં ૪ મળી એકી સાથે અઢાર માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની ઘર તરફ પ્રયાણ કરતાં તેઓને શુભેચ્છા પાઠવવા એક નાનો કાર્યક્રમરામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને સિનિયર સિવિલ […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા કચ્છ જિલ્લા પંચાયત જિલ્લા આયુર્વેદિક શાખા અને જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રીનાં માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં ભુજ શહેરમાં દશ હજારથી લોકોને શરીરમાં રોગપ્રતિકાર શક્તિ વધારવા શમશનીવટી આર્યુવેદિક ગોળીઓનાં પેકેટો વિતરણ કરવામાં આવ્યા છે. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહે […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બિનવારસ લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. ૩ બિનવારસ લાસો ઓળખવિધિ માટે રાખ્યા બાદ તેઓનું કોઇ સગું – સાવકું ન મળતા, પોલીસ રિપોર્ટ અને મૃત્યુના દાખલા સાથે માનવજ્યોત સંસ્થા ભુજને સોંપવામાં આવતાં સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રફીક બાવા, રસીક જોગી, વિક્રમસથવારાએ શાસ્ત્રોક્તવિધિથી તેઓની અંતિમક્રિયા કરી હતી. માનવતાના આ કાર્યમાં રોટરી ફલેમિંગો ચેરીટેબલ […]
રઘુવંશી મહિલા મંડળ પ્રમુખ સ્વામિનગર ભુજ આયોજિત કાર્યક્રમમાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોનીના વરદ્ હસ્તે ચકલીઘર, કુંડા, માસ્ક, શમશનીવટી આયુર્વેદીક ગોળીઓ તથા કપૂર-લવીંગ, અજમા મિશ્ર પડીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. શ્રી કલ્પનાબેન ચોથાણીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કલ્પનાબેન, નિશાબેન, શારદાબેન, ઉર્વશીબેન, વંદનાબેન, વિજયાબેન, જયશ્રીબેન, કુંતલબેન, રશ્મિબેન, માધવીબેન, યામીનીબેન, કોમલબેન, રેણુકાબેન, આશાબેન […]
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ, માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી, મિલે સૂર હમારા વુમન્સ કરાઓકે સિંગિગ સ્ટાર ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છનાં ૩૦ માનસિક દિવ્યાંગોને કોરોનાં સામે રક્ષણ મેળવવા રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ભુજ અને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ માધાપરની ટીમે […]
પ્રધાનમંત્રી જન કલ્યાણકારી યોજના પ્રચાર-પ્રસાર અભિયાન દ્વારા માનવજ્યોતનાં પ્રબોધ મુનવરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ લઇ સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મુકેશ શર્મા, રાષ્ટ્રીય મહામંત્રી શ્રી જયકરણ ડબ્બાસ, ગુજરાત પ્રદેશ પ્રભારી સાધ્વી નિર્મલાજીનાં માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સચિવ શ્રીમતિ આશિકાબેન ભટ્ટે સન્માનપત્ર અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ભુજ અને કચ્છમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી ગોવિંદભાઇ રામજી ભુડિયા તથા ગીતાબેન દલાલનાં સહયોગથી નારાણપર ગામે ૩૦૦ અને મીરઝાપર ગામે ૨૦૦ મળી માટીનાં ૫૦૦ ચકલીઘરોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. નાનબાઇ રામજી ભુડિયા, શામબાઇ પ્રેમજી વાઘજીયાણી, માનબાઇ નારાણ પિંડોરીયાનાં વરદ્ હસ્તે ચકલીઘર વિતરણ કરાયા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, ચકલીઓને રહેવા ઘર મળે તો ચકલી કચ્છમાં […]









