Category Archives: Activities

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા જરૂરતમંદ લોકોને ભોજન કરાવાયું

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા જરૂરતમંદ લોકોને ભોજન કરાવવામાં આવેલ. ભૂખ્યાને ભોજન મળે એવા હેતુ સાથે બે દિવસમાં ૭૦૦ થી વધુ ગરીબ લોકોને મગદારનો શીરો, પૂરી, ખમણ, ઉધિયાનું શાક, દાળ,ભાત,કચૂંબર, છાસ સાથેનું ભોજન કરાવવામાં આવતાં આવા જરૂરતમંદ લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. વ્યવસ્થા જીલ્લા કાનૂની સેવા સત્તા […]

ઉત્તરપ્રદેશનો ગુમયુવાન ૧ વર્ષ પછી ઘરે પહોંચ્યો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગામવાસીઓએ તેને આવકાર્યોં

ઉત્તરપ્રદેશ-બિહાર બોર્ડર વિસ્તારનાં કુશીનગર ગામનો ૨૮ વર્ષિય યુવાન નંદુ રામપ્રતિ બાર મહિનાં પહેલા ગુમથયો હતો. તે જુદા-જુદા રાજ્યોમાં રખડતો-ભટકતો રહ્યો હતો. અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો. તો…. કયારેક ખાવાનું પણ નમળ્યું. તેનાં જણાવ્યા મુજબ કોઇ એને પૂછતાછ કરવા વાળું મળ્યું નહીં.આખરે તે ટ્રેન મારફતે ભુજ રેલ્વે સ્ટેશને ઉતર્યો. માનવજ્યોતને જાણ થતાં જ તેને રેલ્વે સ્ટેશન બહારથી […]

વિવિધ સંસ્થાઓને અનુદાન અપાયું

અબડાસા તાલુકાનાં વારાપદ્ધર ગામનાં માનવસેવા અને જીવદયાપ્રેમી શ્રી રહુભા વેલુભા જાડેજાએ પોતાની ૮૯ વર્ષની ઉંમરે પોતાનાં હાથે વિવિધ સંસ્થાઓને અનુદાન આપી સંસ્થાઓની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ભુજની માનવજ્યોત સંસ્થાને રૂા. ૧ લાખ, રાતાતળાવ ગૌશાળાને રૂા. ૧ લાખ, કલ્યાણેશ્વર મંદિર વારાપદ્ધરને રૂા. ૧ લાખ, ગ્રામદેવતા વાળાપીર વારાપદ્ધર સ્થાનિક વિકાસ માટે રૂા. ૧ લાખ, શ્રી રામ-રોટી કેન્દ્ર ભુજને […]

નિલમચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના વોરીર્યસોને સન્માનિત કરાયા

કોરોના એક વૈશ્વિક મહામારી હોવાથી તેની સામે લડવું, રક્ષણ મેળવવું અતિ ગંભીર બાબત હતી. આ કપરા કાળમાં પોતાનાં ઘર-પરિવાર-અને પોતાની પરવા કર્યા વિના, રાત-દિવસ ખડે પગે માનવસેવા કરનાર કચ્છ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી જે.એ. બારોટ, માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, અકીલભાઇ મેમણ, અમીનભાઇ મણીયાર, રફીક બાવા, જાવેદ ભટ્ટીને નિલમચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી કુલસુમબેન સમા તેમજ ટ્રસ્ટીગણનાં […]

પનવેલનો ગુમયુવાન ૭ મહિને મળ્યો આખરે તેના ઘર સુધી પહોંચ્યો

મહારાષ્ટ્રનાં રાયગઢ જિલ્લાનાં પનવેલ શહેરનો યુવાન ગણેશ રામચંદ્ર ભગત ઉંમર વર્ષ-૨૮, સાત મહિનાં પહેલાં ગુમથતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. રખડતો-ભટકતો અનેક શહેરોમાંથી થઇ તે કોઇક વાહન મારફતે માંડવી કચ્છ મધ્યે પહોંચ્યો હતો. માંડવી પોલીસે તેને માનવજ્યોત સંસ્થા ભુજ સુધી પહોંચાડેલ. તેને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે રાખી મનોચિકિત્સક ડો. મહેશભાઇ ટીલવાણી પાસેથી સારવાર કરાવતાં […]

રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહિરનો જન્મદિને માનસિક દિવ્યાંગોને ભોજન કરવાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહિરનો જન્મદિન વિવિધ સેવાકાર્યો સાથે ઉજવાયો હતો. ૫૦ માનસિક દિવ્યાંગોને મિષ્ટાન-ફરસાણ સાથે ભોજન કરાવાયું હતું. તેમજ એકલા-અટુલા નિરાધાર ૧૦૦ વૃદ્ધોને ટીફીન દ્વારા ઘેર બેઠામિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડાયું હતું. વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, રફીક બાવા, દિપેશ શાહ, પંકજ કુરવાએ સંભાળી હતી.

ઉપયોગી દવાઓ એકઠી કરી માનવજ્યોતને અપાઇ

જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાહેલી ભુજ દ્વારા ઉપયોગી દવાઓ એકઠી કરી માનવજ્યોત સંસ્થા ભુજને અપાઇ હતી. સંસ્થા આ દવાઓ ડોકટરશ્રીની ચિઠ્ઠી મુજબ જરૂરતમંદ દર્દીઓને નિઃશુલ્કપહોંચાડશે. જાયન્ટ્સ સાહેલીનાં નીરૂબેન કેશરાણી, ડો. જે.પી. કેશરાણીની ઉપસ્થિતિમાં માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોનીને અર્પણ કરાતાં માનવજ્યોત સંસ્થાએ જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાહેલી ભુજનો આભાર માન્યો હતો.

અયોધ્યાનો યુવાન ભુજમાંથી મળ્યો સુખી-સંપન્ન પરિવારે ખુશી વ્યક્ત કરી

ઉત્તરપ્રદેશનાં અયોધ્યાનો ૨૪ વર્ષિય યુવાન નીરજ ગુમથતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અયોધ્યાથી તે આઠ દિવસ પછી સૂરત પહોંચ્યો હતો. અને ડાયમંડનાં કારખાનામાં કામે લાગ્યો. તેની દવા ચાલુ હતી. બે દિવસ પછી તે સૂરતથી ટ્રેનમાં બેસી ગયો. અચાનક ભુજ આવી પહોંચ્યો. ભુજ રેલ્વે સ્ટેશને છેડા ટ્રાવેલ્સનાં હીરાચંદભાઇ છેડાએ અસ્વસ્થ યુવાનને જોઇ માનવજ્યોતનાં દિપેશ શાહને […]

શ્રી રામદેવપીર મંદિર કુકમા મધ્યે વૃક્ષારોપણ કરાયું

કુકમા-લાખોંદ મુખ્ય માર્ગ પર આશાપુરા કોલોની પાસે આવેલ શ્રી રામદેવપીર મંદિર પ્રાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ સાધુ શ્રી રઘુવીર બાપુ કુબાવત આદપુર તા. બગસરા જીલ્લો અમરેલી તથા સોનલબેન વાઘેલા સદ્ગુરૂ દિવ્યાંગ ચેરી. ટ્રસ્ટ રાજકોટ, રામાપીર મંદિરનાં મહંત શ્રી કાપડીદાદા, માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરનાં વરદ્ હસ્તે કરવામાં આવેલ. શ્રી શંભુભાઇ જોષીએ છોડમાં…રણછોડ, વૃક્ષોવાવો… વરસાદ લાવોનાં નારા બોલાવ્યા હતા. […]

પાટણ જીલ્લાનો ૩ મહિનાંથી ગુમયુવાન ભુજમાંથી મળી આવ્યો

પાટણ જીલ્લાનાં હારીજ તાલુકાનાં રોડા ગામનો ૩૦ વર્ષીય યુવાન કરશન છેલ્લા ૩ માસથી ગુમહતો. પરિવારજનો તેને શોધી રહ્યા હતા. તે ૩ મહિના સુધી ગુજરાતનાં જુદા-જુદા શહેરો-ગામોમાં રખડતો-ભટકતો રહ્યો હતો. આખરે તે કોઇક અજાણ્યા વાહન મારફતે ભુજ પહોંચ્યો હતો. પોલીસ ૩૬ કવાટર બહારથી એચ.એચ. ચોધરીને મળી આવતાં તેમણે તેને માનવજ્યોત કાર્યાલય સુધી પહોંચાડ્યો હતો. માનવજ્યોત સંસ્થાએ […]