અયોધ્યા મધ્યે પ્રભુ શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે ભુજ અને ભુજ વિસ્તારમાં મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજાયા હતા. ભોજન વધી પડયાનાં માનવજ્યોત સંસ્થાને ૩૧ ફોન આવ્યા હતા. સંસ્થા દ્વારા બપોરનાં ૧૨ થી રાત્રે ૧૨ વાગ્યા સુધી વધી પડેલી રસોઇ એકઠી કરી ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે વિતરણ કરાતાં ૮૫૦૦ ગરીબો સુધી મહાપ્રસાદ પહોંચતા આ પરિવારોએ પણ શિરો-પૂરી-દાળ-ભાત-શાક-બુંદી-ફુલવડી સાથેનું ભોજન જમી અયોધ્યા […]
Category Archives: Activities
અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરનાં પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગની માનવજયોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે અનેરી ઉજવણી કરવામાં આવેલ. માનસિક દિવ્યાંગો હાથમાં ભગવો ઝંડો લઇ હોંશે હોંશે રાસ રમ્યા હતા. અને ભગવાનશ્રી રામની જય જયકાર બોલાવી હતી. જયશ્રી મહાકાલ ગ્રુપ ભુજનાં યુવાનોએ આશ્રમ સ્થળે માનસિક દિવ્યાંગોને બાઈક રેલીમાં જોડી રાસ રમાડયા હતા. કેસરીરંગના એક સરખા […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે મકરસક્રાંતિપર્વની માનસિક દિવ્યાંગો વચ્ચે રહીને ઉજવણી કરવામાં આવેલ. નવા વસ્ત્રોમાં સજજ માનસિક દિવ્યાંગોને દાતાશ્રી બાપા સીતારામ હોટેલ-માનકુવા, કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર, દેવજીભાઈ નાનજી ભવાણી-આણંદસર, પચાણગર પરસોતમગર ગુસાઇ-નાગોર, અ.નિ. લીલાવંતીબેન ત્રિકમજી સોનાઘેલા હ. નરેન્દ્રભાઈ મેઘજી સોનાઘેલા-ભુજ, મહાકાળી મહિલા મંડળ-વર્ધમાનનગર દ્વારા મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. દિવસભર વિવિધ દાતાશ્રીઓ […]
મકરસક્રાંતિ નિમિત્તે ભુજ અને ભુજ વિસ્તારમાં કાર્યક્રમો પૂરા થયે ઉધીયું વધી પડ્યાનાં માનવજ્યોત સંસ્થાને ૧૯ ફોન આવ્યા હતા. સંસ્થાનાં વાહન દ્વારા જુદા-જુદા વિસ્તારોમાંથી ઉધીયું એકઠું કરવામાં આવેલ. ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે આ ઉધીયું વિતરણ કરવામાં આવેલ. ૪૦૦ કિલોથી વધુ ઉધીયું ગરીબોને પહોંચતા તેઓની આંતેડી ઠરી હતી અને પરિવાર સહ ઉધીયા સાથેનું ભોજન જમી ખુશી વ્યક્ત કરી હતી. […]
ઇન્નરવ્હીલ કલબ ને ૧૦૦ વર્ષ પુરા થતાં ઈન્નરવ્હીલ કલબ ઓફ ભુજ વોલસીટી દ્વારા “ઈન્નરવ્હીલ ડે,, ની વિરામ હોટેલ ભુજ મધ્યે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાનાં પ્રમુખ નીતાબેન હાલાણી, યામિનીબેન ઠક્કર, બીનાબેન જોષી, ડીસ્ટ્રીકટ આઈએસઓ રચનાબેન શાહ સહિતનાં સર્વે સભ્યો વિશાળ સંખ્યામાં ઉજવણી કાર્યક્રમમાં જોડાયા હતા. ઇન્નર વ્હીલ કલબ ઓફ ભુજ વોલસીટી દ્વારા […]
જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ-બાયડનાં ૧૬ મંદબુદ્ધિ ભાઈ-બહેનોને માનવજયોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઈ આવવામાં આવેલ છે. બાયડ આશ્રમનાં સંચાલકો અશોક જૈન, વિશાલ પટેલ, વિજય પટેલ તથા કાર્યકરોએ તેમની ખૂબ જેસવા કરી. તેમને ઘર શોધી આપી ઘર સુધી પહોંચાડવા આ ૧૬ માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા […]
નાના નખત્રાણા ગામે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પર્યાવરણની જાગૃતિરૂપે પર્યાવરણ બચાવો… પક્ષીઓ બચાવો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિશાળ સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે કુંડા-ચકલીઘરનું મહત્વ સમજાવતાં જીવદયાનાં આ કાર્યમાં સૌને જોડાવવા અપીલ કરી હતી. આ અવસરે કુંડા-ચકલીઘર-કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. પ્લાસ્ટીકનાં બદલે કાપડની થેલીઓનો ઉપયોગ કરવા સમજ પૂરી પાડવામાં આવેલ. વ્યવસ્થા […]
મધ્યપ્રદેશનાં ખરગોન જીલ્લાની મહિલા રાનીયા ઉ.વ. ૩૨ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી, શોધખોળ ચાલુ રાખી હતી. તે નમળતાં પરિવાર દુઃખી અને નિરાશ થયો હતો. આખરે તે રખડતી-ભટકતી હાલતમાં બાયડનાં જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજસેવા ટ્રસ્ટને મળી આવી હતી. સંસ્થાનાં સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરાવી. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેને પાલારા કચ્છનાં […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા મકરસક્રાંતિ દિવસે માનવસેવા અને જીવદયાનાં વિવિધ કાર્યો કરાશે. દર વર્ષે સંસ્થા દ્વારા મકરસક્રાંતિ દિને સેવા કાર્યો કરાય છે. માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથે ભોજન, એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધ વડીલોને ટીફીન દ્વારા ભોજન, બાળશ્રમયોગીઓ અને રંક બાળકોને ભોજન, પક્ષીઓને ચણ, ગાય માતાઓને ઘાસચારો, શ્વાનોને રોટલા, હમીરસર તળાવમાં માછલીઓને લોટની ગોળીઓ, […]
માનવજયોત સંસ્થા ભુજ દ્વારા ગુમ થઈ ગયેલા લોકોને શોધી આપી ઘર સુધી પહોંચતા કરી પરિવાર સાથે મિલન કરાવાય છે. વર્ષોથી ચાલતી આ પ્રવૃત્તિથી અત્યાર સુધી ૨૫૫૧ લોકોને ઘર શોપી અપાયું છે. પરિવારજનો જે ગુમ થયેલી વ્યક્તિઓની ચિંતા સેવી રહ્યા હતા તે મળી આવતાં પરિવારજનોની ખુશી બેવડાઈ હતી. અને પરિવારમાં આનંદ-ખુશી છવાઈ હતી. પ્રબોધ મુનવર, સુરેશભાઈ […]










