ઉત્તરપ્રદેશનાં સારનપુર વિસ્તારની મહિલા ઉ.વ. 26 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી પણ તે નમળતાં પરિવારજનો નિરાશ થયા હતા. આ મુસ્લિમ પરણિત મહિલા અનેક રાજ્યોનાં અનેક શહેરોમાં સતત રખડતી-ભટકતી રહી હતી. તેણે અનેક મુશ્કેલીઓ વેઠી આફતોનો સામનો કર્યો. આખરે વર્ષો પછી તે રખડતી-ભટકતી ગુજરાતનાં બાયડનાં જય અંબે મંદ બુદ્ધિ મહિલા સેવા સમાજ ટ્રસ્ટ […]
Category Archives: Activities
બિહારનાં લકીસરાયા વિસ્તારની મહિલા ઉ.વ. 32 સાથે તેના પતિએ કરેલ દુવ્યવહારનો ભોગ બની હતી. બિહારની આ મહિલાનાં લગ્ન ઉત્તરપ્રદેશમાં થયા હતા. તેને દીકરો,દીકરી બે સંતાનો છે. કોરોનાકાળમાં તેની સાથે નબનવાની ઘટના બની. અને તેણે માનસિક સમતુલા ગુમાવી હતી. તેનાં પતિએ તેને અજાણી ટ્રેનમાં બેસાડી દીધી. અને ત્યાર પછી સૌ સગા-સંબંધીઓને જાણકારી આપી કે વિજ કરંટ […]
૩ મહિના દરમ્યાન માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બિનવારસ 7 જેટલી લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. 7 બિનવારસ લાસો ઓળખવિધિ માટે રાખ્યા બાદ તેઓનું કોઈ સગું-સાવકું ન મળતા પોલીસ રિપોર્ટ અને મૃત્યુના દાખલા સાથે માનવજ્યોત સંસ્થા ભુજને સોંપવામાં આવતાં સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રફીક બાવા, હિતેશ ગોસ્વામી, રસીક જોગી, વિક્રમ રાઠીએ શાસ્ત્રોક્તવિધિથી તેઓની અંતિમક્રિયા કરી હતી. […]
ભુજથી માંડવી માર્ગે ખત્રી તળાવ પાસે નારાણપરનાં પ્રવિણગીરી એન. ગોસ્વામી સંચાલિત શિવશક્તિ રેસ્ટોરેન્ટ આવેલું છે. આ રેસ્ટોરેન્ટમાં માનવજ્યોત સંસ્થા ભુજનાં 50 થી વધુ ચકલીઘર ને કુંડા લટકતા જોવા મળે છે. આ દરેક ચકલીઘર હાઉસફુલ છે. દરેક ઘરોમાં ચકલીઓ જોવા મળે છે. આ રેસ્ટોરેન્ટમાં દિવસભર ચકલીઓનું સુમધુર ચીં….ચીં નું સંગીત સાંભળવા મળે છે. રેસ્ટોરેન્ટ માલિક પ્રવિણગીરી […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ વિસ્તારમાં ભૂંગા-ઝુંપડામાં રહેતા અને જેના ઘરમાં ફ્રિઝ કે વોટર કુલર નથી તેવા પરિવારોને ઠંડા પાણી માટે માટીનાં માટલા વિતરણ કરાયા હતા. ભુજ શહેરનાં ભીડગેટ વિસ્તારેથી માટલા વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો હતો. કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં ગરીબ પરિવારોને પણ પીવા ઠંડુ પાણી મળે તેવા હેતુ […]
લોકશાહીનાં મહાપર્વની ભુજમાં જયારે ઉજવણી થઇ રહી હતી. ત્યારે ભુજ વિસ્તારનાં વિવિધ મતદાન મથકોથી દુર અને મતદાન મથકેથી મત દઇને પરત જઇ રહેલા મતદારોને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બરફ,જીરા, નમકવાળી ઠંડી છાસ પીવડાવવામાં આવેલ. સંસ્થા દ્વારા 500 લીટર છાસ વિતરણ કરાઇ હતી. સખત ગરમી અને બળબળતા તાપમાં ઠંડી છાસ પી ને મતદારોએ ખુશી વ્યક્ત કરી […]
હિમાચલપ્રદેશનો યુવાન સુરેશકુમાર ઉ.વ. 48 ગુમ થતાં પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. આખરે તે સોમનાથનાં નિરાધારનો આધાર માનવસેવા આશ્રમે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરી. માનવજ્યોત ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા આ યુવાનને ભુજ લઇ આવ્યા. માચલપ્રદેશની પોલીસની મદદ લઇ આ યુવાનનું ઘર શોધી કઢાયું. તેનાં પરિવારજનો ભુજ આવી […]
ભુજ શહેરનાં રેલ્વે સ્ટેશન માર્ગે આવેલ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત ભગવતી વિદ્યામંદિર શાળાનાં બાળશ્રમયોગીઓને લંડન સ્થિત દાતાશ્રી દ્વારા નવા ડ્રેસ અર્પણ કરાતાં બાળકોએ ખુશી વ્યક્ત કરી હતી. નારાણપરનાં શ્રી ગોવિંદભાઇ ભુડિયા તથા અમૃતબેન ભુડિયાનાં વરદ્ હસ્તે આ નવા ડ્રેસ અર્પણ કરાયા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા શાળાનાં શિક્ષીકા બિંદીયાબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. દાતાશ્રી દ્વારા […]
માનવસેવા અને જીવદયાનાં ભેખધારી, પૂર્વ રાજ્યમંત્રી, પૂર્વ ધારાસભ્ય, સર્વ સેવા સંઘ અને કવિઓ મહાજનશ્રી ભુજના પૂર્વ અધ્યક્ષ, માનવજ્યોત સંસ્થા ભુજનાં માર્ગદર્શક સ્વ. તારાચંદભાઈ જગશી છેડાની બીજી પુણ્યતિથિએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને માતૃશ્રી લક્ષ્મીબેન જગશીભાઇ છેડા પરિવાર કાંડાગરા- ભુજ તરફથી મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. સંસ્થાનાં પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા એક સદ્ ગૃહસ્થ દાતાશ્રી પરિવારનાં સહયોગથી હરતા-ફરતા છાશ કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો. ભીડ ગેટ વિસ્તારમાં યોજાયેલ કાર્યક્રમમાં સંસ્થાનાં અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરતમંદ લોકો તથા શ્રમજીવી વર્ગને દરરોજ નમક-જીરા-બરફવાળી સ્વાદિષ્ટ છાશ પીવડાવવામાં આવશે. દરરોજ ૩૦૦ લીટર છાશ હરતા-ફરતા વાહનથી શહેરનાં […]










