ઉત્તરપ્રદેશનાં ગોંડા જીલ્લાનાં અયોધ્યાનો ૨૮ વર્ષિય યુવાન રાજકુમાર ગુમ થયો હતો. જેને શોધવા પરિવારજનોએ રાત દિવસ મહેનત કરી હતી. છ વર્ષ પહેલાં જ તેનાં લગ્ન થયા હતા. પત્ની પતિ ઘરે આવવાની ર જોઇ બેઠી હતી.
લાંબા સમયની મુશ્કેલીઓનો અંત આવ્યો. અનેક રાજયોમાંથી થઇ તે અચાનક રેલ્વે મારફતે ભુજ પહોંચ્યો હતો. અને મીરઝાપર પાસેથી સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરને મળી આવ્યો હતો. ભુજનો તે ૩ મહિનાનો મહેમાન બન્યો હતો. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ યુ.પી. પોલીસનો સંપર્ક કરી તેનું ઘર શોધી કાઢ્યું. પોલીસ તેનાં પર સુધી પહોંચી પરિવારજનોએ વીડીયો કોલથી ઓળખવિધિ કરાવી તુરત ભુજ આવવા રવાના થયા હતા. ભાઈઓ અર્જુન અને રમેશ અયોધ્યાથી ભુજ પહોંચ્યા હતા અને પોતાનાં મોટા ભાઇને મળી આનંદ વિભોર બન્યા હતા. પણ હર્ષનાં આંસુ રોકી શકયા નહતા.
આખરે રાજકુમાર ૪ વર્ષ પછી ઘરે પહોંચ્યો છે. પત્ની અને પરિવાર સાથે ફેરમિલન થયું છે. માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, મુરજીભાઇ ઠક્કર,કનૈયાલાલ અબોટી, પંકજ કુરૂવા, દિપક મારાજ સહયોગી બન્યા હતા.

