કોરોના મહામારી સંકટ વચ્ચે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા ૩૦૦ જરૂરતમંદ લોકોનાં ઝુંપડા-ભૂંગાઓ સુધી જઈ ભોજન પહોંચાડાયું હતું. અને લોકો ભરપેટ જમીને ખુશી વ્યક્ત કરી હતી. વિતરણ વ્યવસ્થા સિનિયર પેરાલીગલ વોલન્ટીયર પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની તથા રફીક બાવાએ સંભાળી હતી. જરૂરતમંદો સુધી આ ભોજન પહોંચ્યું હતું.
Author Archives: Admin Manavjyot
કચ્છ ભુજનાં જાણીતા અને સેવાભાવી ડો. જ્યોતિન્દ્ર છાયાનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા અંજલિ અપાઈ હતી. કાન-નાક-ગળાનાં જાણીતા ડો. જ્યોતિન્દ્રછાયાની સેવાની ભાવનાઓને બિરદાવવામાં આવેલ. સંસ્થાનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઈ મહેશ્વરી, અરવિંદ ઠક્કર, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, આનંદ રાયસોનીએ શ્રદ્ધાંજલિ આપી હતી.
કોરોના સંકટમાં દાતાશ્રીઓ તથા અનેકવિધ પરિવારોએ પોતાની પ્રવૃત્તિઓમાં બદલાવ લાવી જરૂરતમંદ લોકોને મદદરૂપ બનવાની સાથે સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે. અત્યારે સમય છે. માનવી-માનવીને મદદરૂપ બને અને સેવા જરૂરતમંદો સુધી પહોંચે. ભુજ તાલુકાનાં દહીંસરા ગામનાં પ્રિતિબેન રમેશ ખીમાણીએ દહીંસરામાં પોતાનાં ઘરે રસોઈ તૈયાર કરી ભુજમાં માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા અધિકમાસ (પુરૂષોત્તમમાસ) ની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે અનોખી ઉજવણી કરવામાં આવી રહેલ છે. વિવિધ પરિવારો આશ્રમે પધારી માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવી ધન્યતા અનુભવી રહ્યા છે. ભુજ સ્વામિનારાયણ મંદિર, ભુજ કબીર મંદિર, કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર, રામદેવપીર મંદિર લાખોંદ, દ્વારા આશ્રમનાં માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા પીરસાયા હતા. માધાપરનાં સ્વ. […]
કચ્છના જાણીતા ક્રિકેટર શ્રી શંકરભાઈ રાઠોડનું તથા બન્ની વિસ્તારનાં આગેવાન મીરખાનભાઈ મુતવાનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા તેઓને અંજલિ અપાઈ હતી. શંકરભાઈ રાઠોડ વર્ષોથી ક્રિકેટ ક્ષેત્રે અનોખું પ્રદાન આપ્યું હતું. કોઠારા મધ્યે ડાભી ટુર્નામેન્ટમાં પણ વર્ષો સુધી રમ્યા હતા. બન્ની વિસ્તારમાં શિક્ષણક્ષેત્રે અનેરી જ્યોત જલાવનાર શ્રી મીરખાનભાઈ મુતવાની સેવાઓ અનેરી […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા મીનાક્ષીબેન વાઘેલા માધાપરનાં સહકારથી ૩૦૦ પરિવારોને કોરોના વાયરસ સંકટ વચ્ચે તુલસીરોપા વિતરણ કરાયા હતા. તુલસીનું મહત્વ સમજાવવામાં આવેલ. કોરોના સંકટમાં તુલસી ખૂબ જ ઉપયોગી બની છે. દરરોજ પાંચ પાંદડા ચાવીને ખાઈ જવાથી રોગ પ્રતિકાર શક્તિઓમાં વધારો થાય છે. તેમજ ઘર આંગણે તુલસીવૃક્ષને શુભ ગણવામાં આવે છે. માનવજ્યોત દ્વારા […]
કોરોના વાયરસથી પેદા થયેલ સંકટ વચ્ચે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલ અને ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા પરિવારો સુધી પહોંચી જઈ ભૂખ્યાને ભોજન કરાવતી માનવજ્યોત સંસ્થાને માતંગી કેટરર્સ બટુક મારાજનાં માર્ગદર્શન હેઠળ રસોડામાં કામકરતા બહેનો દ્વારા અધિક માસ નિમિત્તે ૪૦ કિલો બટેટા પૌવા તૈયાર કરીને આપવામાં આવતાં, સંસ્થાએ સ્વાદિષ્ટ બટેટા-પૌંવા ગરીબોનાં ઝુંપડે પહોંચાડતાં […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોરોના સંકટમાં ૧૫ બિનવારસ લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. બિનવારસ લાસો ઓળખવિધિ માટે રાખ્યા બાદ તેઓનું કોઈ સગું–સાવકું ન મળતા, પોલીસ રિપોર્ટ અને મૃત્યુ પ્રમાણપત્ર માનવજ્યોત સંસ્થા ભુજને આપવામાં આવતાં સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રફીક બાવા, રસીક જોગી, વિક્રમ સથવારાએ શાસ્ત્રોક્તવિધિ સાથે તેઓની અંતિમક્રિયા કરી હતી. માનવતાના આ કાર્યમાં રોટરી ફલેમિંગો […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ભુજ શહેરનાં જેષ્ઠાનગર, ડી.પી. ચોક વિસ્તારમાં જરૂરતમંદ મહિલાઓને ઠંડા પાણી માટે માટીનાં માટલા વિતરણ કરાયા હતા. વિતરણ વ્યવસ્થા અનીતાબેન ઠાકુરે સંભાળી હતી.
કોરોના વાયરસ સંકટમાં જરૂરતમંદ લોકો વચ્ચે રહી, લોકોને મદદરૂપ થવા તથા ભૂખ્યાને ભોજન પહોંચાડનાર માનવજ્યોત સંસ્થા ભુજની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી રાષ્ટ્રીય સેવા ભારતી ન્યુ દિલ્હી દ્વારા એક પ્રમાણપત્ર અર્પણ કરી સંસ્થાને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ. કોરોના વાયરસથી પેદા થયેલી પરિસ્થિતિમાં શરૂઆતથી અત્યાર સુધી જરૂરતમંદ લોકોની વિવિધ પ્રકારે સેવાઓ કરી સંસ્થાએ સેવાની જ્યોત સતત જલતી રાખી […]








