માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ દ્વારા વિરાંગનાં સ્કવોર્ડનાં શીતલબેન નાયી, ગાયત્રીબેન બારોટ, જશોદાબેન ધ્રાંગી, જયશ્રીબેન સાધુ, જાશ્મીનબેન કુંભાર, રમીલાબેન સાધુ, ભાવનાબેન ભરાડીયા તથા સોનલબેન ચૌધરીના વરદ્ હસ્તે જરૂરતમંદ ૧૧ પરિવારોને એક મહિનો ચાલે તેવી પાંચ વસ્તુઓ સાથેની રાશન કીટ અર્પણ કરાઇ હતી. વિરાંગનાં સ્કવોર્ડના બહેનોએ આ પ્રસંગે ઉપસ્થિત રહી સંસ્થાની પ્રવૃત્તિઓને […]
Author Archives: Admin Manavjyot
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી કચ્છમાં માનવસેવા, જીવદયા, વ્યસનમુક્તિ અને પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. કોરોના મહામારી સંકટમાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભૂખ્યાને ભોજન સહિત સવા વર્ષમાં ૪૯ જેટલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જરૂરતમંદ લોકોની વચ્ચે રહી લોકોને મદદરૂપ બની રહી છે. ક્રિષ્ના રોડલાઇન્સ ગ્રુપ હસ્તે ડો. નવઘણ વાસણભાઇ આહિર દ્વારા રાજ્યમંત્રી […]
‘‘તૌકતે,, વાવાઝોડાની સંભાવના વચ્ચે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તૈયાર કરવામાં આવેલા સૂકા નાસ્તા તથા થેપલા પેકેટો ગરીબોનાં ઝુંપડે ઝુંપડે પહોંચાડવામાં આવ્યા હતા. થેપલા માટે સુપર સન્ડે ગ્રુપ – વર્ધમાનનગર, ધારા મહેતા, મનીષ મહેતા, ગંગાબેન લોડાયા, કંકુબેન રબારી, ભાવિકાબેન ગાંધી, પારસભાઇ વોરા તથા આદિનાથ મહિલા મંડળ-વર્ધમાનનગરનો સહયોગ પ્રાપ્ત થયેલ. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રફીક […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનવસેવા – જીવદયા – વ્યસનમુક્તિ અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ‘‘ભૂખ્યાને ભોજન’’ કરાવવાની પ્રવૃત્તિનો લાભ વિવિધ દાતાશ્રીઓ લઇ રહ્યા છે. ઝેડ. એમ. મુનશી પરિવાર ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થાને ચા, મસાલા, સાબુ, કઠોળ, પૌવા જેવી અગિયાર વસ્તુઓ અર્પણ કરાઇ હતી. સંસ્થા વતી પ્રબોધ મુનવર તથા રફીક બાવાએ આભાર માન્યો હતો.
કોરોનાં મહામારી સંકટ, લોકડાઉન, અનલોક, કરફયુ, ઉદ્યોગ, ધંધા બંધ, રોજગાર બંધ, ઓફિસ, દુકાનો બંધ, હોટલો, રેસ્ટોરેન્ટ બંધ, આવી પરિસ્થિતિમાં અનેક પરિવારોએ પોતાનાં બાળકોનાં જન્મદિવસની ઉજવણીનો વિચાર બદલ્યો છે. હરવા ફરવાનાં મોજ-શોખનાં ખાવા-પીવાનાં અનેક મોંઘા દોટ ખર્ચા ઉપર કોરોનાં કાળમાં કાબૂ મેળવી પરિવારનાં સભ્યનાં જન્મદિવસને સાર્થક બનાવી સમાજને નવો માર્ગ ચિંધ્યો છે. અને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું […]
“તૌકતે,, વાવાઝોડાની કચ્છમાં ત્રાટકવાની સંભાવનાને ધ્યાને લઇ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા દશ હજાર સૂકા નાસ્તાનાં પેકેટો તથા બે હજાર થેપલાનાં પેકેટો તૈયાર કરવામાં આવ્યા છે. સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ સંસ્થાનાં સર્વે કાર્યકરો અને કર્મચારીઓ આ સેવા કાર્યમાં જોડાયા છે. વાવાઝોડામાં લોકોને ભોજન નહીં મળ્યું હોય. જ્યાં જ્યાં લોકો મુશ્કેલી […]
કોરોના સંક્રમણ તેજ બન્યું છે, ત્યારે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા જરૂરતમંદ લોકોને જરૂરી વસ્તુઓ પહોંચતી કરી મદદરૂપ થવાય છે. દાતાશ્રીઓ દ્વારા મળેલ સામગ્રી જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવી રહેલ છે. સ્વસ્તીક એજન્સી ભુજ હરસુખભાઇ વોરાનાં સહકારથી મળેલ બે હજાર એપલ જ્યુસ પેકેટો શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં વિતરિત કરાયા હતા. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, સહદેવસિંહ જાડેજા, મુરજીભાઇ […]
છેલ્લા સવા વર્ષથી ચાલી રહેલા કોરોના કાળમાં અનેક લગ્નો મુલત્વી રહ્યા, તો અનેક પરિવારોએ માનવસેવા, જીવદયાનાં કાર્યો કરી લગ્નની અનોખી ઉજવણી કરી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડયું છે. આદિપુરનાં મહેશભાઇ ખીમજી ચત્રભોજ લાલકાએ પોતાની પુત્રી ચિ. નિરાલીનાં લગ્ન પ્રસંગે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભોજન કરાવી તેમજ કોઠારા પાંજરાપોળમાં […]
મુન્દ્રા પોલીસને શાંતિવન અદાણી સ્કુલ પાસેથી એક માનસિક અસ્થિર જણાતો યુવાન મળી આવતાં જનસેવા સંસ્થાનાં રાજ સંઘવી મારફતે તેને માનવજ્યોત સંસ્થા ભુજ સુધી મોકલવામાં આવેલ. સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાએ તેની પાસેથી મળેલી માહિતિનાં આધારે જે કાું. માં કામકરતો હતો એ કાું. નો સંપર્ક કરી એમ્પ્લોયર કોડ નંબર આપી આ યુવાન કોણ છે… કયાંનો […]
ગજાનંદ ફુડ પ્રા. લી. સંતેજ કલોલ ગાંધીનગર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને મળેલ “કકર્યુવેદા હળદર,, પેકેટો શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં વિતરણ કરાયા હતા. સ્વાથ્યની નવી પરિભાષા અને અત્યારે કોરોના સંકટમાં ખૂબજ ઉપયોગી હળદર પાવડર રોગપ્રતિકાર કરવા માટે એક અસરકાર સંયોજન છે. રસોઇમાં સ્વાદ અને સુગંધ વધારવાની સાથે સાથે એમાં રહેલું કકર્યુમિન શરદી-ખાંસી, ડાયાબિટીસ, અપચો, એલર્જી, ત્વચા વિકાર, કેન્સર જેવી […]










