Author Archives: Admin Manavjyot

માનવજ્યોત દ્વારા ૫૦૦ પરિવારોને રાશન કીટ વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો

કાળઝાળ મોંઘવારીમાં પીસાતા અનેક પરિવારો એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિમાં જીવતા અને ભૂંગા-ઝુંપડા-કાચા મકાનોમાં રહેતા પરિવારોને ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા પાંચ કિલો ઘંઉનો લોટ તથા પાંચ કિલો ચોખા સાથેની રાશનકીટ પહોંચાડવાનાં કાર્યનો આરંભ કરાયો હતો. ભુજનાં જુદા-જુદા વિસ્તારોમાં જરૂરતમંદ પરિવારોનાં ઘર સુધી જઇ સંસ્થાનાં કાર્યકરોએ હાથોહાથ રાશનકીટ વિતરણ કરી હતી. ગરીબ પરિવારોએ ખુશી […]

ટ્રાયસિકલ અર્પણ કરી દિવ્યાંગને માર્ગ ઉપર ફરતા કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા એક જરૂરતમંદ દિવ્યાંગને ટ્રાયસિકલ અર્પણ કરી માર્ગ ઉપર ફરતા કરાયા હતા. સંસ્થા દ્વારા અત્યાર સુધી ૪૫૩ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કરાયા છે. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર,આનંદ રાયસોની,દિપેશ ભાટિયા,પ્રતાપ ઠક્કર,પરેશ ગોસ્વામી,હિતેશ ગોસ્વામી,કિશોરસિંહ વી.જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.ટ્રાયસિકલ મળતા દિવ્યાંગે ખુશી વ્યક્ત કરી હતી.

ભુજની માનવજ્યોત સંસ્થાની સેવાઓને બિરદાવાઇ

વાવાઝોડા સમયે શ્રેષ્ઠ સેવા કાર્ય કરનાર ભુજની માનવજ્યોત સંસ્થાની સેવાઓને બિરદાવી કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માન પત્ર અર્પણ કરવામાં આવેલ. વાવાઝોડા સમયે આફત ગ્રસ્ત લોકો માટે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઇ વરચંદ આહીરનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં ભુજ વિભાગના ધારાસભ્ય શ્રી કેશુભાઇ પટેલ, કચ્છ જીલ્લા પંચાયત અધ્યક્ષા પારૂલબેન […]

માનસિક દિવ્યાંગોનું સેવાધામ એટલે શ્રી રામદેવ સેવાશ્રમ-પાલારા-કચ્છ

કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવવામાં આવે છે. જ્યાં તેમની રહેવા-જમવા-સારવાર સહિતની તમામ પ્રકારની સેવાઓ કરવામાં આવે છે. વાવાઝોડાની આગાહી થતાં જ સમગ્ર કચ્છમાંથી રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા એકલા-અટુલા નિરાધાર રખડતા ભટકતા માનસિક દિવ્યાંગોને સલામત સ્થળે આશ્રમ […]

માનસિક દિવ્યાંગોએ પણ યોગા કરી વિશ્વ યોગા દિવસની કરી ઉજવણી

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગો વિશ્વ યોગા દિવસની ઉજવણીમાં જોડાઇ યોગા કર્યા હતા. હીનાબેન રાજગોરે યોગા કરાવ્યા હતા.માનવજ્યોતનાં પ્રબોધ મુનવર સહિત સર્વે કાર્યકરોની ટીમ વિશ્વ યોગા દિવસની ઉજવણીમાં જોડાઇ હતી

માનવજ્યોતને ૫૦ હજારનું અનુદાન અપાયું

ગીરીશભાઇ મણીભાઇ પટેલ તથા ઉમાબેન ગીરીશભાઇ પટેલ અમદાવાદ પરિવાર દ્વારા વાવાઝોડા, આફત ગ્રસ્ત લોકોનાં સેવાકાર્ય માટે ભુજની માનવજ્યોત સંસ્થાને રૂા. ૫૦ હજારનું અનુદાન અપાયું હતું. સંસ્થાએ ઝુંપડા-મૂંગાઓમાં રહેતા પરિવારોને નાસ્તો તથા ભોજન પહોંચાડવાનું શ્રેષ્ઠ કાર્ય વાવાઝોડા સમય ખડે પગે રહીને કાર્યકરોની ટીમ સાથે કર્યું હતું.સંસ્થાનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા,આનંદ રાયસોનીએ દાતાશ્રી પરિવારનો આભાર […]

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવજ્યોતને પાંચ વ્હીલચેરો અર્પણ કરાઇ

ભુજ સ્વામિનારાયણ મંદિર આયોજીત શ્રી નરનારાયણ દેવ ૨૦૦ વર્ષના દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે શ્રી ભુજ સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના મહંત પ.પૂ. સદ્ગુરૂ સ્વામિ ધર્મનંદનદાસજીનાં માર્ગદર્શન હેઠળ ભુજની માનવજ્યોત સંસ્થાને પાંચ વ્હીલચેરો અર્પણ કરાઇ હતી. માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોનીએ વ્હીલચેરો સ્વીકારી ભુજ સ્વામિનારાયણ મંદિરનો આભાર માન્યો હતો.

કચ્છી નવા વર્ષે ૫૦૦ ગરીબોને ભોજન કરાવાયું

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કચ્છી નવા વર્ષ અષાઢી બીજની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ખીમજીભાઇ લધાભાઇ મહેશ્વરી ફુટવેર દેશલપર વાંઢાય દ્વારા ઝુંપડા અને ભૂંગામાં રહેતા ૫૦૦ ગરીબોને શીરો તથા ખારીભાતનું ભોજન જમાડવામાં આવેલ. ભુજનાં વિવિધ વિસ્તારોમાં રહેતા ગરીબો ભોજન જમી અષાઢીબીજની ઉજવણીમાં જોડાયા હતા. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, અક્ષય મોતા, કનૈયાલાલ અબોટી, પ્રવિણ […]

પાતાળેશ્વર મહિલા મંડળ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે સત્સંગ કરાયું

ભુજ વ્યાયામ શાળા મધ્યે આવેલ શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરનાં શ્રી શિવશક્તિ મહિલા મંડળ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યેનાં હોલમાં ભજન-કીર્તન-સત્સંગ સાથે રાસ-ગરબાની રમઝટ જમાવી હતી.મંડળનાં અધ્યક્ષ દમયંતિબેન સાગરપોત્રા, માયાબેન ભાટી, દર્શનાબેન ત્રિવેદી, દક્ષાબેન શર્મા, સરોજબેન વેદાંત, દશરથબા જાડેજા, સાધનાબેન આશર, જનકબા જાડેજા, રસીકબા જાડેજા, ક્રિષ્નાબા જાડેજા, બીનાબેન ભટ્ટ, જયાબેન ગોર, […]

માનવજ્યોત દ્વારા સૂકા નાસ્તાનાં પાંચ હજાર પેકેટો તૈયાર કરાયા

“બિપોરજોય,, વાવા ઝોડાને ધ્યાને લઇ ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા સેવ,ગાંઠીયા, ચેવડા, ચવાણાનાં પાંચ હજાર પેકેટો બનાવીને તૈયાર રાખવામાં આવ્યા છે. જીલ્લા વહીવટી તંત્રની સૂચના અનુસાર જ્યાં તંત્ર કહેશે ત્યાં પહોંચાડવામાં આવશે. સંસ્થા લોકોને મુશ્કેલીમાં મદદરૂપ બનશે. ૫ કિલો ઘંઉ લોટ તથા ૫ કિલો ચોખાની રાશન કીટો પણ તૈયાર રાખવામાં આવી છે.સંસ્થાનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, […]