આંધ્રપ્રદેશનાં કુરનુલ જીલ્લાની લક્ષ્મીકલાવંતી ઉ.વ. ૨૪ ગુમ થતાં પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનો ખૂબ જ દુઃખી હતા. યુવાન દીકરીનું હવે શું થાશે તેની ચિંતામાં પરિવારજનો બેચેન બન્યા હતા. આંધ્રપ્રદેશ થી ટ્રેન મારફતે તે ગુજરાતમાં પહોંચી હતી અને જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ મધ્યે આશ્રય મેળવ્યું હતું. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા […]
Author Archives: Admin Manavjyot
માનવજ્યોત સંસ્થા ભુજને માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે દાતા શ્રી ઝેડ.એમ.મુનશીં પરિવાર-ભુજ દ્વારા રૂા. ૪૦ હજારનું રાશન અર્પણ કરાયું હતું. શ્રી પ્રબોધ મુનવર,પૃથ્વીરાજસિંહ જાડેજા,રફીક બાવાએ દાતાશ્રી પરિવારનો આભાર માન્યો હતો.
મધ્યપ્રદેશનાં ધાર જીલ્લાનાં ધરમપુરી વિસ્તારની મહિલા મણી ઉ.વ. ૩૭ બે વર્ષ પહેલાં ગુમ થઇ હતી. પરિવાર તેને શોધી રહ્યો હતો પણ તે રખડતી ભટકતી બાયડનાં જય અંબે મંદબુદ્ધિ આશ્રમે પહોંચી હતી. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા તેને ભુજ તેડી આવ્યા હતા. મધ્યપ્રદેશ પોલીસની મદદ લઇ તેનું ઘર શોધી કાઢ્યું હતું. તેના પરિવારજનો ને સમાચાર મળતાં […]
રીન્યુપાવર કાં. દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છને માનસિક દિવ્યાંગોના ભોજન માટે ૧૨ બાચકા ચોખા અર્પણ કરાયા હતા. રીન્યુ પાવર કાં નાં વિજય પ્રસાદ, સાજીદભાઈ, નીતીન ગોયેલ, સચીનકુમાર, સુરેશ રાઠોડ, ગોપાલભાઇ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટીએ આભાર માન્યો હતો.
માનવજ્યોત સંસ્થા ભુજની માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓ નજરે નિહાળી દાતાશ્રી અ.નિ. કલ્યાણભાઇ તેજાભાઈ હીરાણી સુખપર તથા અ.નિ. માતુશ્રી દેવબાઇ તથા સુપુત્રો નાનજીભાઇ, પ્રેમજીભાઈ, ધનજીભાઈ, મનજીભાઇ અરવિંદભાઇ અને સુરેશભાઇ દ્વારા રૂા. ૫૧ હજારનો ચેક અર્પણ કરાયો હતો. સંસ્થાનાં પ્રબોધ મુનવર, ગોવિંદભાઇ પાટીદાર તથા નરશીંભાઇ પટેલે દાતા પરિવારનો આભાર માન્યો હતો.
રાષ્ટ્રસંત, અચલગચ્છાધિપતિ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની ૩૫મી પુણ્યતિથિએ તેઓની ગુણાનુવાદસભા યોજાઇ હતી. પૂજ્ય સાધ્વી શ્રી પુનિતગુણાશ્રીજી મહારાજ સાહેબ આદિઠાણા-૩ ની નિશ્રામાં વર્ધમાનનગર જૈન સંઘ દ્વારા વર્ધમાનનગર અચલગચ્છ જૈન ઉપાશ્રય મધ્યે તા. ૧૩ થી ૧૫ સુધી સવારે ૮-૩૦ કલાકે ત્રિદિવસિય ધાર્મિક કાર્યક્રમો કલોલ: યોજાયા હતા. પૂજ્યશ્રીએ ગચ્છની ઉન્નતિ માટે કરેલા કાર્યોને બિરદાવવામાં […]
મધ્યપ્રદેશના ધાર વિસ્તારનાં રાયગઢ તાલુકાનાં તિરલા ગામનો યુવાન અમરસિંઘ ઉ.વ. ૩૦ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે સતત રખડતો ભટકતો રહ્યો હતો. આખરે તે સૌરાષ્ટ્રનાં મહુવા શહેરના પોપટભાઇ ફાઉન્ડેશન સંસ્થામાં પહોંચ્યો હતો. સંસ્થાએ તેની ખૂબ જ સારી સેવાઓ કરી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજયોત […]
ઉત્તરપ્રદેશના રાયપુર સંભલ વિસ્તારનો ૨૮ વર્ષિય સુનીલ છત્રપાલ ઘરેથી નીકળ્યા પછી બે વર્ષ સુધી રખડતો- ભટકતો રહ્યો હતો. પરિવારજનોએ તેને શોધવા પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખ્યા પણ તેનો અતો-પતો ન મળતાં પરિવારજનો નિરાશ થયા હતા. અને તેની સતત ચિંતા સેવી હતી. આખરે તે રખડતો-ભટકતો બાયડનાં જય અંબે મંદબુદ્ધિ સમાજ સેવા આશ્રમે પહોંચ્યો હતો. ત્યાંથી તેને […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની શાસ્ત્રોક્ત વિધિવિધાનો મંત્રોચ્ચાર, પિતૃઓને પાણી, આરતી વિગેરે સાથે ઉજવણી કરવામાં આવી હતી. દ૨૨ોજ વિવિધ મંડળો આ કાર્યમાં જોડાયા હતા. નારાયણ સરોવરનાં પ્રખ્યાત દિપક મારાજે શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી. હાલાઇનગર મહિલા મંડળ-માધાપર, રોટરી કલબ ભુજ ફલેમિંગો-ભુજ, સુર આરાધના મ્યુઝિકલ કલબ-ભુજ, મિલે સૂર હમારા વુમન્સ કરાઓકે ગ્રુપ-ભુજ, […]
મધ્યપ્રદેશનાં છીંદવાડા વિસ્તારની માપવી ઉર્ફે મીના ઉ.વ. ૨૦ અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોપ ચલાવી હતી. તે ભારતનાં જુદા-જુદા રાજ્યોમાં રખડતી-ભટકતી રહી હતી, અને અનેકવિધ મુશ્કેલીઓ વેઠી હતી. આખરે તે બાયડના જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટનાં આશ્રમે પહોંચી હતી. ટ્રસ્ટનાં સંચાલકો અશોક જૈન, વિશાલ પટેલ, વિજય પટેલ અને સર્વે સ્ટાફે તેની ખૂબ […]









