હિમાચલપ્રદેશનો યુવાન 3 વર્ષે ઘરે પહોંચ્યો

હિમાચલપ્રદેશનો યુવાન સુરેશકુમાર ઉ.વ. 48 ગુમ થતાં પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. આખરે તે સોમનાથનાં નિરાધારનો આધાર માનવસેવા આશ્રમે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરી. માનવજ્યોત ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા આ યુવાનને ભુજ લઇ આવ્યા. માચલપ્રદેશની પોલીસની મદદ લઇ આ યુવાનનું ઘર શોધી કઢાયું. તેનાં પરિવારજનો ભુજ આવી પહોંચ્યા. 3 વર્ષ પછી તેનું પરિવારજનો સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. તેની પત્ની તથા ત્રણ બાળકો તેની ઘરે આવવાની રાહ જોઇ બેઠા છે. આખરે માનવજ્યોત સંસ્થા ભુજનાં સફળ પ્રયત્નો થી પંખી માળો ફરી ભેગો થયો હતો. કયાં હિમાચલ પ્રદેશ અને કયાં કચ્છ છતાં યુવાન મળી આવતાં પરિવારજનોએ અનેરી ખુશી વ્યક્ત કરી હતી.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રફીક બાવા, દિપેશ શાહ, તથા સર્વે કાર્યકરો સહભાગી બન્યા હતા.