સખી મહિલા મંડળ મીરઝાપર દ્વારા રક્ષાબંધન પર્વની કરાઇ અનોખી ઉજવણી

રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ સખી મહિલા મંડળ મીરજાપરનાં બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ આશ્રમે પહોંચી જઇ સંસ્થાનાં માનસિક દિવ્યાંગોનાં કાંડે રક્ષાબંધન કરી ભાઇ-બહેનોનાં પવિત્ર પ્રેમનાં પર્વ રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી હતી.

આશ્રમનાં માનસિક દિવ્યાંગોને એમની બહેનોની યાદ તાજી થઇ હતી. આશ્રમનાં માનસિક દિવ્યાંગોએ ગીત-સંગીતની રમઝટ જમાવી હતી.

હંસાબેન વેકરીયા, રાધાબેન શિયાણી, તરલીકાબેન મહેતા, પ્રેમીલાબેન હીરાણી, જયાબેન ગોસ્વામી, અનસુયાબેન સુથાર, હેમલતાબેન પરમાર, પુષ્પાબેન જોષી શાન્તીબેન સુથાર સહિત મંડળનાં મહિલા સભ્યો સાથે જોડાયા હતા.

પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્ર્વરી, સુરેશભાઇ માહેશ્ર્વરીએ સખી મહિલા મંડળ મીરઝાપરનો આભાર માન્યો હતો.