કચ્છ જીલ્લા પંચાયત, આયુર્વેદ શાખા દ્વારા કોરોના-ઓમિક્રોન સામે રોગ પ્રતિસાદ શક્તિ વધારવા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી ભુજનાં જુદા-જુદા વિસ્તારોમાં અનેક ઔષધિથી ભરપૂર તૈયાર ઉકાળો પીવડાવવામાં આવી રહેલ છે. સંસ્કારનગર એસ.ટી.વર્કશોપ સામે ઇન્નરવ્હીલ કલબ ઓફ ફલેમિંગો ભુજનાં સહકારથી સંસ્કારનગર વિસ્તારમાં લોકોને ગરમ તૈયાર ઉકાળો પીવડાવવામાં આવેલ. આ પ્રસંગે ડો. અશોકભાઇ ત્રિવેદી તથા કલબનાં પ્રમુખ રચનાબેન સોની તથા મંત્રી રીટાબેન ગણાત્રા ઉપસ્થિત રહ્યા હતા. વિતરણ વ્યવસ્થા માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, અમૃતભાઇ ડાભી, ઇરફાન લાખાએ સંભાળી હતી. કલબ દ્વારા ડો. અશોકભાઇ ત્રિવેદી, પ્રબોધ મુનવર, શંભુભાઇ જોષીનું નવા વર્ષની ડાયરી અર્પણ કરી સન્માન કરવામાં આવેલ.

