ભુજ શહેર આત્મારામ સર્કલ સામે આવેલા જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી થતાં માનવજ્યોત સંસ્થાએ જેમનાં દબાણો હટાવાયા હતા તેવા લોકોને ભોજન પહોંચાડ્યું હતું. અને ભરપેટ જમાડ્યા હતા. બાળકો સાથે અનેક પરિવારોએ ભોજન લીધું હતું.
માનવજ્યોત ભુજનાં પ્રબોધ મુનવર, રફીક બાવા, રાજેશ જોગી, વિક્રમ રાઠીએ ભોજન વ્યવસ્થા સંભાળી હતી.

