માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા દાતાશ્રી ઉર્મિલાબેન વિશનજી કારિયાનાં સહયોગથી જરૂરતમંદ ૩૧ વિધવા મહિલાઓને ૧૦ કિલો ઘઉં, પ કિલો ચોખા, ૩ કિલો મગફાડા સાથેની રાશનકીટ અર્પણ કરાતાં મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી.
સમાજમાં પ્રજા સાથે સુરક્ષા સેતુ બનાવવાનું કાર્ય તેમજ પડકારો અને કાયાદાઓની જવબાદારીવાળી સેવા, તેમજ મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત ભુજ શહેર વિરાંગના સ્પેશીયલ સ્કવોડનાં બહેનો તથા ડો. પ્રતિક્ષાબેન પવારના વરદ્ હસ્તે આ રાશનકીટો જરૂરતમંદ બહેનોને હાથોહાથ અર્પણ કરાઈ હતી. મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી.
વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, રફીક બાવા, દિપેશ શાહ, આનંદ રાયસોની, દિપેશ ભાટિયા, અક્ષય મોતા, સખી સહેલી સ્વ સહાય જુથ જન જાગૃતિ કેન્દ્રનાં અનીતાબેન ઠાકુર, ઈલાબેન વૈષ્ણવ, આરતી જોષીએ સહકાર આપ્યો હતો.

