ભૂંગા અને ઝુંપડાઓમાં રહેતા ગરીબ પરિવારોને ધાબડા વિતરણ કરી, ઠંડી સામે રક્ષણ અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા દાતાશ્રીઓનાં સહયોગથી ભુજ અને ભુજ વિસ્તારમાં ઝુંપડા અને ભૂંગાઓમાં રહેતા ૪૦૦ પરિવારોને ગરમ ધાબડા વિતરણ કરી ઠંડી સામે રક્ષણ આપવામાં આવ્યું છે.

દાતાશ્રી વીપીનભાઇ મોહનલાલ મહેતા વર્ધમાનનગર, રમાબેન શિરીષભાઇ મહેતા અમેરિકા, રશ્મીબેન અનીલભાઇ મહેતા વર્ધમાનનગર, દોશી કોટેજ ભુજ, દેવજીભાઇ ખીમજી ભુડિયા, એડવોકેટ ભુમિત ગોસ્વામી, વિશ્રામભાઇ ડી. ભગત, આશાપુરા યુવક મંડળ રવિરાજસિંહનાં સહયોગથી ધાબડા વિતરણ કરાયા હતા. ભૂંગા અને ઝુંપડાઓમાં રહેતા ગરીબ પરિવારો અને એમનાં બાળકોએ ખુશી વ્યક્ત કરી હતી.

વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રમેશભાઇ ચોધરી, જીગર ભીલ, કરસન ચોધરી તથા સર્વે કાર્યકરોએ સંભાળી હતી.