ચૈત્રી નવરાત્રી આઠમનાં દિવસે મહાપ્રસાદ વધી પડ્યા હોવનાં માનવજ્યોત સંસ્થાને 13 ફોન આવ્યા હતા.
પદ્ધર, કાળીતળાવડી, લાખોંદ, રતનાલ, સુમરાસર, મીરઝાપર તેમજ ભુજ, માધાપરની મળી 13 સમાજવાડીઓમાંથી મહાપ્રસાદ વધી પડ્યાનાં ફોન માનવજ્યોત સંસ્થાને મળતાં આ બધો મહાપ્રસાદ એકઠો કરી સંસ્થાએ ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે પહોંચાડતા 4 હજાર ગરીબો ભરપેટ પ્રસાદ જમ્યા હતા. તેમનો જઠારાગ્નિ ઠરતાં તેઓએ અંતરનાં આશિર્વાદ પાઠવ્યા હતા.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દીપેશ શાહ, રફીક બાવા, રાજુ જોગી, રસીક જોગી, ઇરફાન લાખા, મહેશ જોગી, શ્રવણ ડાભી, અક્ષય મોતા, દિપેશ ભાટીયાએ સંભાળી હતી.

