માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક
દિવ્યાંગોનું આરોગ્ય ચેકીંગ કરાવવામાં આવ્યું હતું, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા માનસિક દિવ્યાંગોને મિષ્ટાન ફરસાણ સાથેનું ભોજન જમાડાયું હતું. પેરાલીગલ વોલીન્ટરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રફીક બાવા તથા આનંદ રાયસોનીએ વ્યવસ્થા સંભાળી હતી. મનોચિકિત્સક ડો. મહેશભાઇ ટીલવાણી, ડો. રોબિનસિંગ, ડો. હરેશભાઇ, ડો. ધ્વનિત દવે, ડો. રાજેશ ગવરી આ આશ્રમના આશ્રિતોને સારવાર આપતા રહ્યા છે.

