સ્વ. મહેશભાઇ સોલંકીના બારમા નિમિતે વિવિધ સેવાકાર્યો કરાયા

સ્વ. મહેશભાઈ પુરૂષોત્તમ સોલંકી માધાપરનાં બારમા નિમિતે તેમનાં આત્મશ્રેયાર્થે પરિવારજનોના સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ સેવા કાર્યો કરાયા હતા. 

માનસિક દિવ્યાંગોને ભોજન, વૃદ્ધ વડીલોને ટીફીન દ્વારા ભોજન, રંક બાળકોને ભોજન, શ્રમજીવીકોને ભોજન, ૧૦ વિધવા મહિલાઓને રાશન કીટ, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, કીડીયારો, કૂંડા, ચકલીઘર વિતરણ જેવા માનવસેવા અને જીવદયાનાં કાર્યો કરાયા હતા. પરિવારજનો દ્વારા માનવજ્યોત સંસ્થાને રૂા. ૩૫ હજારનું અનુદાન અપાયું હતું. સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીએ સ્વર્ગસ્થની સેવાઓને બિરદાવી અંજલી આપી, પરિવારજનોનો આભાર માન્યો હતો.