વર્ધમાનનગર ઓનર્સ એસો. દ્વારા પ્રમુખ શ્રી રાહુલભાઈ મહેતાનાં અધ્યક્ષ સ્થાને જનરલ સભા, પરિવાર પરિચય બુકનું વિમોચન તથા બુકનાં દાતાશ્રીઓના સન્માન સહિતનાં વિવિધ કાર્યક્રમો વર્ધમાનનગર મધ્યે યોજાયા હતા. મંગલાચરણ બાદ દિપપ્રાગટ્ય મંચસ્થ મહાનુભાવોના વરદ્ હસ્તે કરવામાં આવેલ. કાર્યક્રમનું મુખ્ય અતિથિવિશેષ પદ જીલ્લા પંચાયત અધ્યક્ષા પારૂલબેન કારા, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઇ પટેલ, અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઇ છાંગા, તાલુકા પંચાયત સભ્ય લક્ષ્મીબેન ઝરૂ, શીતલભાઈ શાહ, હિતેશભાઇ ખંડોલે શોભાવ્યું હતું.
પ્રારંભે સંસ્થાનાં ટ્રસ્ટી શ્રી દિપકભાઈ લાલને સ્વાગત પ્રવચન કરી મહેમાનોને મીઠડો આવકાર્ય આપ્યો હતો. સંસ્થાના મંત્રી શ્રી હસમુખભાઇ વોરાએ વર્ધમાનનગર વાસીઓના જનરલ પ્રશ્નોનાં ઉત્તરો આપ્યા હતા. સંસ્થાનાં હિસાબોની રજુઆત શ્રી ધીરજભાઇ પારેખે કરેલ. જેને બહાલી આપવામાં આવેલ થયેલા કાર્યો અને નવા પ્રોજેકટની રૂપરેખા આપવામાં આવેલ.
ભુજ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, વર્ષમાનનગરનાં જે કાંઇ પડતર પ્રશ્નો છે તેનો ઉકેલ આપણે સાથે મળીને લાવશે. અંજાર વિસ્તારનાં પારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાએ વર્ષમાનનગર વાસીઓની એકતા- સંપની ભાવનાઓને બિરદાવી હતી.
કચ્છ જીલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતિ પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, વર્ધમાનનગર બે ધારાસભ્યાનો મતદાર વિસ્તાર છે અને હું પણ માધાપર, વર્ધમાનનગર વિસ્તારમાંથી ચૂંટાઇ છે. એટલે પડતર પ્રશ્નો પૂરા કરાવવાની મારી પણ જવાબદારી છે.
મહાનુભાવો તથા વર્ધમાનનગર ઓનર્સ એસો. ટ્રસ્ટી ગણ તથા બુકના દાતાશ્રીઓનાં વરદ્ હસ્તે પરિવાર પરિચય
બુકનું વિમોચન કરવામાં આવેલ. રમેશભાઈ સી. શાહ, પી.સી. શાહ, રજનીભાઈ પટવા, વિનોદભાઈ મહેતાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. વર્ધમાનનગરનાં શિલ્પી કાન્તીભાઇ પીવાલાની સેવાઓને બિરદાવાઈ હતી. શ્રી ઈશ્વરભાઈ દેસાઇના સુંદર માર્ગદર્શનને પણ બિરદાવવામાં આવેલ. આ અવસરે વર્ધમાનનગરમાં રહેતા અને માનવજ્યોતના શ્રી પ્રબોધ મુનવરનું વિશિષ્ઠ સન્માન કરવામાં આવેલ. પૂર્વ પ્રમુખશ્રીઓને પણ સન્માનિત કરવામાં આવેલ.
મંત્રી હસમુખમાઇ વોરાએ કારોબારી દ્વારા પોતાનાં સમયગાળા દરમ્યાન થયેલ વિકાસનાં કાર્યો અને પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો. પ્રમુખ શ્રી રાહુલભાઇ મહેતાએ ભવિષ્યના આયોજનોનો ચિતાર રજૂ કર્યો હતો. વીલાલ પારેખ, દિપક લાલન, દિપક મહેતા, ચેતનભાઈ સંઘવી, સર્વે ટ્રસ્ટી ગણ તથા વર્ધમાનનગરવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન લક્ષાબેને જયારે આભાર દર્શન અશોકભાઈ મહેતાએ કરેલ.

