વર્ષોથી ભુજને પોતાની કર્મભૂમિબનાવનાર શાંતાબેન સંજય કામ્બલે ગંભીર બીમારીથી પીડાઈ આખરે મૃત્યુ પામી છે. એક સમય હતો જયારે શાંતા ટીવી આર્ટિસ્ટ અને ફિલ્મઆર્ટિસ્ટ હતી. પણ કોઇક ગંભીર બિમારીનો ભોગ બની હતી. ભુજ આવ્યા પછી વર્ષો સુધી મજુરી કામકરતી રહી. મકાન સફાઈ, વાસણ સફાઈ, જાડુ-ફટાનું કામકરી પોતાનું ગુજરાન ચલાવતી. જુદા-જુદા વિસ્તારોમાં ભાડે મકાનમાં રહેતી. મકાન માલિક મકાન ખાલી કરાવે ત્યારે મકાન ખાલી કરી બીજા ભાડાના મકાનમાં રહેવા ચાલી જતી. માનવજ્યોત સંસ્થા દ્વારા તેને કપડા-વાસણ પણ આપવામાં આવ્યા હતા. વર્ષો સુધી જમવા માટે ટીફીન એને પહોંચાડવામાં આવતું. તે અનેક મુશ્કેલીઓ વેઠી દુઃખનો સામનો કરતી. છેલ્લે અચાનક તેને મકાન ખાલી કરાવવામાં આવતાં તે રસ્તા વચ્ચે આવી ગઈ હતી. માનવજ્યોત સંસ્થાએ તેને હોટલ ડોલર પાછળનાં ભાગમાં ભૂંગો બાંધી દીધો હતો. જ્યાં છેલ્લે તે બે મહિનાથી રહેતી હતી. તે વધુ બિમાર થતાં જ કોઈક અજાણી વ્યક્તિ તેનાં ગેસ સીલીન્ડર તથા સામાન ચોરી ગયા હતા. છેલ્લે તે બેભાન બની હતી, અને પ્રાણ છોડ્યા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રફીક બાવા, ઇરફાન લાખાએ બિડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસ, ૧૦૮ સેવા તથા ભુજ નગરપાલિકા વાહન ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ભુજ નગરપાલિકાનાં વાહન મારફતે તેની લાસ જનરલ હોસ્પીટલે પહોંચાડવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરી પંચ નામું કર્યું હતું. તેની પાસબુક, પાનકાર્ડ વિગેરેનાં આધારે તેનાં પરિવારજનોને શોધવાની કવાયત હાથ ધરાઈ છે. માનવજ્યોત સંસ્થા તથા હોટેલ ડોલર પરિવાર અને પાડોશમાં રહેતા લોકોએ તેની ખૂબ સેવા કરી. આમવર્ષોથી એકલી-અટુલી રહેતી શાંતાબેન ઉર્ફે મારૂતિ ભગવાનનાં ચરણે પહોંચી છે. એની એક દીકરી હતી જે પરણિત છે અથવા ક્યાં છે તેની પણ તપાસ ચાલી રહી છે. બેંક એકાઉન્ટમાં પણ એક લાખની રકમપાસબુકમાં બોલે છે. બેંકમાં વારસદારનું નામ શોધવા પણ પોલીસ તપાસ કરી રહી છે.