ઓધવ-૩ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે તુલસીરોપા વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ઓધવ-૩ મધ્યે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે તુલસીરોપાઓનું નિઃશુલ્ક વિતરણ રણુજાધામરામદેવપીર મંદિર કુકમાનાં સહકારથી સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. 

શ્રી શંભુભાઈ જોષીએ તુલસીનું ધાર્મિક મહિમા અને ઔષધિમાં તેનો ઉપયોગ અંગે સમજ આપી હતી. પ્રારંભે મંદિરનાં પૂજારી પ્રવિણગીરી ગોસ્વામીએ સૌને આવકાર આપ્યો હતો. 

શ્રી રામેશ્વર મહાદેવ મંદિર મહિલા મંડળના પ્રમુખ શ્રીમતિ ચંદાબેન ઠક્કર, દિવ્યાબેન, પ્રિય દર્શનાબેન, પુજાબેન અયાચી, દીપાબેન, મુક્તાબેન ઠક્કર, તેજલબેન, વૃંદાબેન ગોર, બિંદુબા જાડેજા, મીનાબેન ગોસ્વામી, હીનાબેન ઠક્કર, મહેશભાઈ રાજદેની ઉપસ્થિતિમાં દરેકને નિઃશુલ્ક તુલસીરોપા વિતરણ કરાયા હતા. વિશાળ સંખ્યામાં બહેનો આ કાર્યક્રમમાં જોડાઈ માનવજ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.