6 દિવ્યાંગ ભાઇ-બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા 6 દિવ્યાંગ ભાઇ-બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કરાતાં દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 530 દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાઈ છે.

સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર વર્ધમાનનગર-કચ્છ હસ્તે રમાબેન શીરીષ મહેતા-અમેરીકા દ્વારા-ત્રણ, સ્વ. અનીલભાઇ એમ. મહેતા હસ્તે રશ્મીબેન અનીલભાઇ મહેતા-વર્ધમાનનગર-કચ્છ દ્વારા ત્રણ ટ્રાયસિકલ માટે અનુદાન મળેલ.

પ્રારંભે સંસ્થાના શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ પરિચય આપ્યો હતો. અને સંસ્થાની કચ્છભરમાં ચાલી રહેલ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. આ પ્રસંગે દાતાશ્રીઓની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવેલ.

ટ્રાયસિકલ લાભાર્થી દિવ્યાંગ ભાઇ-બહેનોએ જણાવ્યું હતું કે, હવે અમો દૂર સુધી હરી ફરી શકશું અને પોતાનાં કામજાતે પૂરી કરી શકશું. છ દિવ્યાંગ ભાઇ-બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરાતાં તેઓશ્રીએ આનંદની લાગણી અનુભવી સંસ્થા અને દાતાશ્રીઓનો આભાર માન્યો હતો.

કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર વિધિ સુરેશભાઇ માહેશ્ર્વરી, કરેલ. વ્યવસ્થામાં રમેશભાઇ માહેશ્ર્વરી, અરવિંદભાઇ ઠક્કર, આનંદ રાયસોની, ગોવિંદભાઈ પાટીદાર, કનૈયાલાલ અબોટી, દીપેશ શાહ, ભુપેન્દ્રભાઇ બાબરીયા, નિતિનભાઇ ઠક્કર, રફીક બાવા, પ્રતાપ ઠક્કર, અક્ષય મોતા, શ્રવણ ડાભી, ઇશ્ર્વરભાઇ ઠક્કર, રજની પટેલે સહકાર આપ્યો હતો.