માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ દ્વારા કચ્છના મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ હતી.
તેઓશ્રી દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને દર વર્ષે અનુદાન મળતું રહ્યું હતું. સંસ્થાની વિવિધ માનવસેવા, જીવદયા પ્રવૃત્તિઓથી ખુશ હતા. માનવજ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવતા અને શુભેચ્છાઓ પાઠવતા રહ્યા હતા.
તેઓની પ્રેમભરી લાગણીને સંસ્થા દ્વારા બિરદાવવામાં આવેલ. સંસ્થાનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જોષી, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટીએ તેઓનાં અવસાનથી દુઃખની લાગણી વ્યક્ત કરી તેઓશ્રીને ભાવાંજલિ આપી હતી.

