ગોવિંદભાઇ ખોખાણીને શ્રદ્ધાંજલિ અપાઇ

ગોવિંદભાઈ વિશ્રામખોખાણીનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેઓશ્રીએ પોતાનો છેલ્લો જન્મદિવસ પાલારા મધ્યે રામદેવ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગોને ભોજન કરાવીને ઉજવ્યો હતો. સંસ્થાને અવાર-નવાર અનુદાન પણ તેમના દ્વારા મળતું રહ્યું હતું. તેઓશ્રી સાચા સેવક હતા. 

માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, મુરજીભાઇ ઠક્કર, આનંદ રાયસોનીએ તેઓશ્રીની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી અંજલિ આપી હતી.