એકલા અટુલા નિરાધાર કચ્છમાં રખડતા ભટકતા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા દ્વારા થી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મ દરરોજ ત્રણ ટાઇમ ભોજન જમાડવામાં આવે છે. જેમનું ઘર નથી. અહીં સગા સંબંધી નથી. બિલકુલ નિરાધાર છે. કર્માધીન છે. પરાધીન છે. આવા રખડતા-ભટકતા અનેક માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થાએ સારવાર આપી તેમના રાજ્ય અને ઘર સુધી પહોંચતા કર્યા છે. કચ્છનાં જુદા જુદા શહેરો અને ગામડાઓમાં ભટકતા આવા લોકોને આપણે પાગલો,મસ્તરામો, માનસિક દિવ્યાંગો કહીએ છીએ.
માનસિક દિવ્વાંગીની દુનિયામાં તેમનાં જીવનમાં ડોકિયું કરી તેમના પુનઃવર્ઝનનું કાર્ય અનેક સ્થળોએ ચાલી રહ્યું છે. ઉચ્ચ શિક્ષિત સાણકિયા ટ્રીસ્ટ અને સ્પેશિયાલીસ્ટ મેન્ટલ ડોક્ટર મેન્ટાલીટ ટ્રીટમેન્ટમાં સફળ રહ્યા છે. ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલનાં મનોચિકિત્સક ડોકટરશ્રીઓ તથા પ્રાઇવેટ હોસ્પીટલો ચલાવતા મનોચિકિત્સક ડોક્ટરશ્રીઓ અનેક માનસિક દિવ્યાંગોની જિંદગી સુધારવામાં સફળ થયા છે. ભુજમાં માનવજ્યોત સંસ્થાના કાર્યકરો માનસિક દિવ્યાંગો અંગેની નર્સ નસની જાજ્ઞકારી આત્મીયતાથી કરતાહોય છે. તેમનાં દિલમાં સબસે ઊંચી પ્રેમ સગાઇની ગાંઠ બંધાયેલી છે.
કચ્છના શહેરો, ગામડાઓમાં રખડતા ભટકા, ઓટલે બેસી નિરાશ વેદના કરતા અને પપા પાળાં રહેતા માનસિક દિવ્યાંગોની સર્વ પ્રકારની સેવા માનવજીવોતના સેવકો સ્વેચ્છાએ કરે છે. આ ભુલ્યા ભટક્યા રખડુ જીવન જીવતા એ માનસિક દિવ્યાંગોની પાયાની બધી સગવડો ઉપરાંત તેમનાં પુનઃવર્તન કરવા તેમનું ભૂતકાળ પણ શોધી કાઢી ફરી પાછા ઘર સુધી અને પરિવાર સુધી પહોંચાડવાનાં સુંદર પ્રયત્નો પણ હળ ખરે છે. ભુજનાં પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, દિપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, કરશનભાઈ ભાનુશાલી તથા સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માનાં માર્ગદર્શન હેઠળ આ કાર્ય ચાલી રહ્યું છે.
ભુજમાં માનવજ્યોત સંસ્થા સાથે જોડાયેલા કાર્યકરો જરાય નાનપ વિના જરાય સંકોચવિના જાહેર રસ્તા પર આ માનસિક દિવ્યાંગોની નિષ્ઠાપૂર્વ સેવા કરે છે. માનસિક દિવ્યાંગો માટે અને માનસિક દિવ્યાંગો પાછળ સતત સેવામય રહે છે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દરરોજ ત્રણ ટાઇમ છે. માનસિક દિવ્યાંગોને આશ્રમ સ્થળે જમાડાય છે. આ સેવા કાર્ય માટે દાતાઓનો સહયોગ મળતો રહે છે. લોકો દરરોજ આ પ્રવૃત્તિ નજરે નિહાળે છે
માનસિક દિવ્યાંગો મુંબઈની ટ્રેનમાં આવી દિલ્હીની ટ્રેનમાં બેસી જાય. દિલ્હીની ટ્રેનમાં આવી પૂનાની ટ્રેનમાં ચડી જાય. આવું રોજે રોજ બનતું હોય છે. કંધારેક કવારેક કોઇ માનસિક દિવ્યાંગ ભુજ રેલ્વે સ્ટેશનેથી શહેરમાં પહોંચી જાય છે. બસ ટ્રેન-ટ્રક દ્વારા દૂર-દૂર સુધીનાં શહેરો કે ગામડામાં ચાલ્યા જાય છે. દર અઠવાડીએ કચ્છનાં વિવિધ તાલુકા મથકે માનવજ્યોતનું વાહન પહોંચી જાય છે. અને માર્ગોમાં મળતા માનસિક દિવ્યાંગોને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે લઇ આવવામાં આવે છે, જ્યાં તેમની દરેક પ્રકારની સેવાઓ કરવામાં આવે છે.
માનસિક દિવ્યાંગોનાં બાલ દાઢી કરાવવા તેમને સ્નાન કરાવવું, કપડા બદલી કરવાનું કાર્ય પણ સંસ્થા કરે છે. ત્યાર બાદ તેમની સારવાર શરૂ કરાવાય છે. સંસ્થાના કાર્યકરો તેમની પણ સારી સેવાઓ કરતા નજરે પડે છે. પાગલો માટેનાં પુનઃવર્ઝનનું કાર્ય આજે અનેક શહેરોમાં થઇ રહ્યું છે.
સૂરત-રાજકોટ, મોરબી, અમરેલી, અમદાવાદ, વડોદરા, પાલીતાણા, સોનગઢ, બોટાદ, માંગરોળ, પોરબંદર, જુનાગઢ, તથા ગુજરાતનાં અન્ય શહેરોમાં પણ આવા માનસિક દિવ્યાંગોનાં પુનઃવસનનાં કાર્યો સાથેનાં આશ્રમો ચાલી રહ્યા છે.
ગુમ થયેલ વ્યક્તિઓની શોધ ચલાવવી, ગુમ થયેલી વ્યક્તિઓને શોધીને ઘર સુધી પહોંચાડી, પરિવારજનો સાથે મિલન કરાવવાનું, પરસ્ત્રી રિસાઇને ભાગી આવેલી યુવતીઓને સમજાવી ફરી પાછી ઘર સુધી પહોંચાડવી, નિરાધાર બનેલી અને દુઃખી યુવતીઓની વ્હારે ચડી માનવ પોત સંસ્થાને અનેકોની જિંદગી સુધારી છે. રસ્તામાં રઝળતી બિમાર ધ્વક્તિઓને હોસ્પીટલે પહોંચાડી તેની સારી સારવાર પણ કરાવી છે. અને ડીન અને અઘરા કામોમાં પણ માનવજ્યોત સંસ્થાએ દિવાલ બની માનવસેવાનું સુંદર કાર્ય કર્યું છે. સંસ્થા પાસે ફંડ જમા નથી. સુંદર કાર્યોની નોંધ લોકો દ્વારા લેવાય છે. એજ સંસ્થાનું જમા પાસું છે. લોકો માનવસેવાનાં અને જીવતાજીવની સેવામાં માને છે. જેથી પુષ્પનાં કાર્યમાં સહયોગ આપતા રહે છે.
માનવજન્ત્યોત સંસ્થાએ અત્યાર સુધીમાં કચ્છમાંથી ૧૨૭૫ માનસિક દિવ્યાંગોને આશ્રમ સ્થળે થવી, સારવાર કરાવી તેમનાં રાજ્ય, શોર, ગામ શોધી આપી ઘર સુધી પહોંચાડેલ છે. જેથી પરિવારથી વિખુટા પડી ગયેલા અનેક માનસિક દિવ્યાંગોને ફરી પરિવારનો સહારો મળ્યો છે. પાંચ ચો ત્રીસ વર્ષ પછી પરિવારજનો સાથે ફેર મિલન થયું છે. જેથી પરિવારજનો અનેકવિધ ખુશી અનુભવી છે. આમ માનસિક દિવ્યાંગોને ઘર શોધી આપી ઘર સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય માનવજયોત સંસ્થા ભુજ દ્વારા થઇ રહ્યું છે.

