કેરા-કચ્છનાં ખોજા અજીજ સુલ્તાનઅલીએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની મુલાકાત લઇ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી માનવજ્યોતને રૂા. ૧૧ હજારનું અનુદાન આપ્યું હતું. સંસ્થાનાં પ્રબોધ મુનવર, સહદેવસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, રફીક બાવાએ દાતાશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

