બિહાર રાજ્યનાં બેગુસરાપ વિસ્તારનાં તઘડા ગામનો યુવાન અરમાન ખલીલ ઉ.વ. ૨૦ અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ તેનો કોઇ અતો-પતો ન મળતાં પરિવારજનો નિરાશ થયા હતા. ભારતનાં વિવિધ રાજ્યોમાંથી રખડતો ભટકતો આખરે તે મોરબીનાં યદુનંદન આશ્રમે પહોંચ્યો હતો. સંસ્થાનાં સંચાલકોએ તેની સારી સારવાર સાથે સેવા કરી હતી. પણ તેનું ઘર શોધવાનું તથા તેની ભાષા સમજવામાં પણ મુશકેલ પડતી હતી.
માનવજ્યોત ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વમાં તેને મોરબી થી ભુજ લઇ આવેલ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજ મધ્યે તેની સારવાર કરાવતાં માત્ર દોઢ મહિનામાં તે સ્વસ્થ બન્યો હતો. રીતુબેન વર્માને બિઠર પોલીસનો સંપર્ક કરતાં પોલીસ તેનાં ઘર અને પરિવાર સુધી પહોંચતા પરિવારમાં અનેક ઘણી ખુશી છવાઇ હતી. તેનાં ભાઇ આઝાદ તથા પરવેઝ તેને લેવા ભુજ પહોંચ્યા હતા. બાર-બાર વર્ષ પછી ત્રણે ભાઇઓનું મિલન થતાં સૌની આંખો અશ્રુભીની બની હતી.
આખરે મોહમદ અરમાન ૩૨ વર્ષનો થઇ પોતાનાં ઘર સુધી પહોંચતા પરિવારે ઉત્સવ મનાવ્યો હતો. સંસ્થાનો આભાર માન્યો હતો.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રફીક બાવા, દિપેશ શાહ, પંકજ કરવા, જયેશ લાલન, દિલીપ જોડાવા, વાલજી કોલી માનવતાનાં આ કાર્યમાં સહભાગી બન્યા હતા.

