“સ્વર,, સંસ્થાનાં બહેનો દ્વારા નવલી નવરાત્રીએ માનસિક દિવ્યાંગોને રાસ રમાડાયા

સ્વર સંસ્થા ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને અલ્પાહાર કરાવી ઠંડા પીણા અપાતાં માનસિક દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી.

સ્વર સંસ્થાનાં સ્થાપક દિર્શિતાબેન પંકજ કનાડા, દેવાંશીબેન ગઢવી, રીમાબેન પટેલ, દિપાલીબેન ઝાલા, સોનલબેન ભરતવાલા, બંસરીબેન પરમાર અને નેહાબેન પંડયાએ નવલી નવરાત્રિ નિમિત્તે માનસિક દિવ્યાંગોને રાસ રમાડ્યા હતા. સંગીતના સથવારે આશ્રમનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો નાચી-ઝુમી ઉઠયા હતા. અને સૌ હર્ષભેર રાસ રમ્યાહતા.

વ્યવસ્થા માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સંસ્થાનાં સામાજિક કાર્યકર બાબુલાલ જેપાર, દિલીપ લોડાયા, મહેશભાઇ ઠક્કરે સંભાળી હતી.