મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ગણતંત્રદિન અને ભુકંપની વરસીએ માનસિક દિવ્યાંગો તથા વૃદ્ધોને ગરમ સાલ વિતરણ કરાઇ

ભારત દેશનો ૭૪ મો ગણતંત્ર દિવસ તથા કચ્છના વિનાશકારી ભૂકંપની ૨૨ મી વરસી નિમિત્તે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી મુક્તજીવન સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં ૪૨ માનસિક દિવ્યાંગો તથા એકલા-અટુલા નિરાધાર ૧૦૩ વૃદ્ધ વડીલોને ગરમ સાલોનું વિતરણ મહંત સ્વામિ શ્રી ધર્મવત્સલદાસ સ્વામી, શ્રી સત્યદર્શનદાસ સ્વામિ, શ્રી વિવેકભૂષણદાસ સ્વામિ તથા સંસ્થાના ટ્રસ્ટી શ્રી કીર્તીભાઇ જાદવજી વરસાણીનાં વરદ્ હસ્તે કરવામાં આવેલ.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા દાતાશ્રી વેલજીભાઇ ઝીણાભાઇ ગોરસીયા ચેરીટેબલ ટ્રસ્ટ માધાપર દ્વારા રૂા. ૧૦ હજારનું અનુદાન બે દિવસનાં ભોજન માટે અપાયું હતું.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે સંસ્થાની ચાલી રહેલી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. શ્રી જેયુરભાઇ શાહ, શંભુભાઇ જોષી, મધુભાઇ ત્રિપાઠી, આનંદ રાયસોની, પંકજ કુરૂવા, જયેશ લાલકાએ વ્યવસ્થામાં સહકાર આપ્યો હતો.