માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો સાથે નવરાત્રી મહોત્સવ ઉજવાયો હતો.
દુર્ગાષ્ટમી દિવસે શ્રી કચ્છી દશા ઓશવાળ જૈન મહિલા મંડળ ભુજ અને શ્રી મહાકાળી મહિલા મંડળ વર્ધમાનનગર-કચ્છનાં બહેનોએ માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો સાથે રાસ-ગરબાની રમઝટ જમાવી હતી.
નિત નવા વસ્ત્રોમાં તૈયાર થયેલા માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો હોંશે હોંશે રાસ-ગરબા રમી નાચી-ઝુમી ઉઠ્યા હતા.
બે દિવ્યાંગ ભાઇઓએ માતાજીની સ્તુતિ તથા દેશભક્તિગીત અને ગરબા સ્વમુખે ગાઇ સૌને ખુશ કર્યા હતા. સૌ કોઇ માતાજીની ભક્તિમાં તરબોડ બન્યા હતા. બંને મંડળોના બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.
માનવજ્યોત દ્વારા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, ગોવિંદભાઇ પાટીદારે સૌનો
આભાર માન્યો હતો.