માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માં જગદંબાની નવલી નવરાત્રીની શાનદાર ઉજવણી કરવામાં આવી. દરરોજ સાંજે 5-30 થી 7 ભુજ શહેરના વિવિધ મહિલા મંડળો સેવાશ્રમ મધ્યે પહોંચી જઇ માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ગરબા રમાડ્યા.
ઢોલ-શરણાઇનાં તાલે માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો પણ માતાજીનાં રાસ-ગરબા હોંશે હોંશે રમે છે. એક સરખા ડ્રેસમાં સજ્જ થઇ માનસિક દિવ્યાંગો પણ માતાજીની ભક્તિમાં જોડાયા છે. ક્રિશિવ ફાઉન્ડેશન, પિંગ્લેશ્ર્વર પૂનમ ગ્રુપ, શ્રી પ્રેરણા મહિલા મંડળ, રઘુવંશીનગર મહિલા મંડળ રઘુવંશીનગર, ગોસ્વામી મહિલા મંડળ- માધાપર,ઓમકારેશ્ર્વર મહિલા મંડળ, નારી શક્તિ મહિલા મંડળ, ચંદ્રમોલેશ્ર્વર મહાદેવ મહિલા મંડળ મહાવીરનગર-જયનગર-વર્ધમાનનગર મહિલા મંડળ, આશ્રમ સ્થળે રાસ-ગરબાની રમઝટ જમાવી હતી. ક્રિશિવ ફાઉન્ડેશન દ્વારા માનસિક દિવ્યાંગ મહિલાઓને નેકલેસ તથા આશ્રમના દિવ્યાંગ ભાઇ-બહેનોને 50 જોડી કપડા અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે નયનાબેન ગોસ્વામી, વંદનાબેન ભાવસાર, અર્ચનાબેન મહેતા, હંસાબેન કોઠારી, મીરાબેન જેઠી, રમીલાબેન ગોસ્વામી, ભાનુબેન મીરાણી, આરતી જોષી ઉપસ્થિત રહ્યા હતા.
નવલી નવરાત્રી 10 દિવસ સુધી દરરોજ બપોરે આશ્રમનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને સ્વ. શાંતાબેન શામજીભાઇ જેસર હસ્તે સીમાબેન ધર્મેન્દ્રભાઇ જેસર મુન્દ્રા દ્વારા ભાવતા ભોજનીયા જમાડવામાં આવી રહ્યા છે.
સમગ્ર વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, સહદેવસિંહ જાડેજા, ગોવિંદભાઇ પાટીદાર, મનસુખભાઇ નાગડા, પંકજ કુરુવા, દિલીપ લોડાયા, દામજીભાઇ મૈશેરીએ સંભાળી હતી.