પાંચ ગંગાસ્વરૂપ મહિલાઓને સિવણ મશીનનો અર્પણ કરાયા

ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દાતાશ્રી સ્વ. અનીલભાઇ એમ. મહેતા હસ્તે રશ્મીબેન અનીલભાઇ મહેતા વર્ધમાનનગર પરિવારનાં સહયોગથી પાંચ ગંગાસ્વરૂપ મહિલાઓને સિવણ મશીનો અર્પણ કરાતાં ગંગાસ્વરૂપ મહિલાઓએ અનેરી ખુશી વ્યક્ત કરી હતી. અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ ૬૬૬ ગંગાસ્વરૂપ મહિલાઓને સિલાઇ મશીનો અર્પણ કરી પગભર કરવાનાં પ્રયત્નો કર્યા છે. દાતાશ્રીની અંતરની ભાવનાઓને બિરદાવી દાતા પરિવારશ્રીનો આભાર માનવામાં આવેલ.

પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, ગંગાસ્વરૂપ મહિલાઓને પગભર કરવા તથા તેઓ ઘેર બેસી સિવણનું કાર્ય કરી સમાજમાં સ્વમાન સાથે જીવી શકે તેવા ઉદેશ સાથે આવા મહિલાઓને દાતાશ્રીઓના સહયોગથી સિવણ મશીન અપાતા હોય છે.

કાર્યક્રમ સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર વિધિ સુરેશભાઇ માહેશ્ર્વરીએ કરેલ.

વ્યવસ્થા આનંદ રાયસોની, દિપેશ શાહ, રફીક બાવા, નીતીનભાઇ ઠક્કર, ગોવિંદભાઇ પાટીદાર, પ્રવિણ ભદ્રા, નરશીંભાઇ પટેલ, કનૈયાલાલ અબોટી, પ્રતાપ ઠક્કર, અક્ષય મોતા, શ્રવણ ડાભી, મીનાબેન ભદ્રાએ સંભાળી હતી.