શ્રાદ્ધની ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ સાથે ઉજવણી થઇ રહી છે
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની અનેરી ઉજવણી થઇ રહી છે. દરરોજ જુદા-જુદા મંડળો, વિવિધ પરિવારો શ્રાદ્ધની ઉજવણી આશ્રમ મધ્યે કરતા હોય છે.
મહાવીર નગર મહિલા મંડળ, ચંદ્રમોલેશ્ર્વર મહાદેવ સત્સંગ મહિલા મંડળ, જય નગર, મહાવીર નગર, વર્ધમાનનગરના બહેનો, તેમજ હાલાઇ નગર મહિલા મંડળ-માધાપર, જેઠી મહિલા મંડળ-પાટવાડી નાકા ભુજના બહેનો પણ સેવાશ્રમ મધ્યે પહોંચી શ્રાદ્ધ ઉજવણીમાં જોડાયા હતા.
હેમલતાબેન ગોસ્વામી, રૂક્ષ્મણીબેન મોતા, અનિતાબેન અબોટી, તારાબેન ઠક્કર સહિતનાં બહેનોએ શાસ્ત્રોક્ત વિધિમાં ભાગ લીધો હતો.
વિધિવિધાન દીપક મારાજ નારાયણસરોવરવાલાએ કરાવી હતી. શ્રાદ્ધની વિધિ બાદ આશ્રમનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું.
પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા તથા કાર્યકરોએ
વ્યવસ્થા સંભાળી હતી.