તેલંગના પોલીસ ભુજ પહોંચી ગુમ યુવાન 3 વર્ષે ઘરે પહોંચ્યો

તેલંગના રાજ્યનો યુવાન મધુકુમાર ઉ.વ. 28 ગુમ થતાં તેનાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે રખડતો-ભટકતો રેલ્વે માર્ગે ભુજ પહોંચતા માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને મળી આવ્યો હતો. તેને સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે આશ્રય આપી તેની સારવાર શરૂ કરાવવામાં આવી હતી.

સેવાશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ તેલંગના પોલીસનો સંપર્ક કરી તેનાં ઘર-પરિવાર શોધી કાઢ્યા હતા. સમાચાર મળતાં જ ગુમનોંધના આધારે તેલંગના પોલીસનાં એ.એસ.આઇ. અનીલ રેડ્ડી તથા કોન્સ્ટેબલ સતીષ રેડ્ડી ભુજ આવી યુવાન મધુકુમારનો કબ્જો લીધો હતો. 3 વર્ષ પછી આ યુવાન પોતાના ઘર અને પરિવાર ધી પહોંચ્યો છે. પરિવારમાં ખુશી છવાઇ છે. તેલંગનાથી આવેલા પોલીસે માનવજ્યોતની શ્રેષ્ઠ સેવાઓની નોંધ લીધી હતી.

માનવતાના આ કાર્યમાં દિપેશ શાહ, આનંદ રાયસોની, અક્ષય મોતા, દિપેશ ભાટીયા, કિશોરસિંહ જાડેજા, પ્રતાપ ઠક્કર, કર્મ શાહ સહભાગી બન્યા હતા.