માનવજ્યોત સંસ્થા ભુજ કલ્પતરૂ વિજયનગર શાખા થી છેલ્લા ૪ વર્ષ માં ૧૯૮ દર્દીઓએ કોન્સન્ટ્રેટર મશીનોનો લાભ લીધો હતો. અને ઘેર બેઠા ઓક્સિજન સેવા મેળવી હતી. યુ.કે. સ્થિત માધાપરનાં દાતાશ્રી વિશ્રામભાઇ વેલજી હાલાઇએ માનવજ્યોત સંસ્થાને પોતાનાં પરિવારનાં જુદ-જુદા નામોથી દર વર્ષે બે અને ચાર વર્ષમાં ઓક્સિજનનાં ૮ મશીનો અર્પણ કર્યા હતા. જેનો જરૂરતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. માત્ર એપ્રિલ – મે માસ ૨૦૨૧ દરમ્યાન ૩૮ દર્દીઓએ આ મશીનોનો લાભ લીધો હતો. એપ્રિલ માસમાં સતત આઠ દિવસ સુધી સંસ્થાને ઓક્સિજન મશીનની જરૂરિયાત અંગે દરરોજ ૩૫ થી ૪૫ ફોન આવતા હતા. સંસ્થા પાસે માત્ર ૮ મશીનો હોવા છતાં સંસ્થાએ ઓક્સિજનની જરૂરતવાળા દર્દીઓને મુશ્કેલીઓમાં આ મશીનો આપ્યા હતા. જે સેવાનો જરૂરતમંદ દર્દીઓએ લાભ લીધો હતો.
વ્યવસ્થા પ્રબોધ મુનવર, દિલીપ સાયલા, આનંદ રાયસોની, દિપેશ શાહે સંભાળી હતી.

