માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા રામનવમીનાં પવિત્ર દિવસે લંડન સ્થિત દાતાશ્રીનાં સહયોગથી 101 શ્રમજીવીક પરિવારોને અડધો કિલો મીઠાઇનાં પેકેટો વિતરણ કરવામાં આવતાં ગરીબ પરિવારોએ રામનવમી ઉજવણીમાં જોડાઇ ખુશી વ્યક્ત કરી હતી.
સમગ્ર વ્યવસ્થા ગોવિંદભાઇ ભુડિયા, અમૃતબેન ભુડિયા, પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, મનસુખભાઇ નાગડા, શંભુભાઇ જોષી, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટી, નીતિન ઠક્કર, રફીક બાવાએ સંભાળી હતી.

