રામનવમી તિમિત્તે ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે મીઠાઇ પેકેટો વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા રામનવમીનાં પવિત્ર દિવસે લંડન સ્થિત દાતાશ્રીનાં સહયોગથી ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે મીઠાઇનાં

પેકેટો વિતરણ કરવામાં આવતાં ગરીબ પરિવારોએ પણ રામનવમી ઉજવણીમાં જોડાઇ ખુશી વ્યક્ત કરી હતી. શહેરનાં ભાનુશાલીનગર પાછળ આવેલા રઘુવંશીનગર મધ્યે આવેલ મહાકાલેશ્વર મંદિર ચોકમાં ભૂંગા-ઝુંપડામાં રહેતા અને જરૂરતમંદોને અડધો-અડધો કિલોનાં મીઠાઇનાં પેકેટો વિતરણ કરવામાં આવ્યા હતા.

વિતરણ વ્યવસ્થા નારાયણપરનાં ગોવિંદભાઇ ભુડિયા, પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, મુરજીભાઇ ઠક્કર,નિતિનભાઇ ઠક્કર, લક્ષ્મણગીરી ગોસ્વામી, માલાબેન જોષી, સરલાબેન ગોસ્વામી, કંચનબેન ગોરે સંભાળી હતી.