સમુહલગ્ન પ્રસંગે માનસિક દિવ્યાંગો તથા વૃધ્ધોને ભોજન કરાવાયું

પ.પૂ. ગુડથરવાળા મતિયા દેવ તથા અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગર સૂરીશ્વરજી મ.સા.ને સમર્પિત પ્રથમ નિઃશુલ્ક “કન્યા વણજ યજ્ઞ” નિમિત્તે નલીયા મધ્યે યોજાયેલ સમૂહલગ્ન પ્રસંગે દાતા શ્રી દામજીભાઇ કાંયાભાઈ ડોરૂ (મોટા કાંડાગરા) હાલે ગાંધીધામ પરિવાર તથા નલીયા-અબડાસા મહેશ્વરી સમાજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ આશ્રમનાં માનસિક દિવ્યાંગોને તથા ભુજનાં એકલા-અટુલા-નિરાધાર-૧૦૦ વૃદ્ધોને મિષ્ટાન – ફરસાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ. 

માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર તથા સુરેશભાઈ માહેશ્વરીએ દાતાશ્રી પરિવાર અને નલીયા-અબડાસા મહેશ્વરી સમાજનો આભાર માન્યો હતો.