મા દુર્ગાની નવલી નવરાત્રીની દુર્ગાષ્ટમી નિમિત્તે મુક્તિબેન રમેશભાઇ ખેતાણી, પ્રેમભાઇ રમેશભાઇ ખેતાણી અને પૂર્વ નગરપતિ અશોકભાઇ હાથી પરિવારો દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભાવતાં ભોજનીયા જમાડવામાં આવેલ.
દુર્ગાષ્ટમીનાં પોતાને ભાવતું ભોજન જમી માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોએ ખુશી વ્યક્ત કરી દાતાશ્રી પરિવારોને અંતરના આશિર્વાદ પાઠવ્યા હતા. શ્રી પ્રબોધ મુનવરે દાતાશ્રી પરિવારોનો આભાર માન્યો હતો.