શાસ્ત્રોમાં અમાસનાં શ્રાદ્ધનું અતિ મહત્વ રહેલું છે. સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે ૨૭ પરિવારો માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચ્યા હતા. જ્યાં નારાયણ સરોવરનાં શ્રી દિપક મારાજે છેલ્લા શ્રાદ્ધની શાસ્ત્રોક્ત વિધિ ઉપસ્થિત સર્વે પરિવારોનાં વરદ્ હસ્તે કરાવી હતી. પૂજા-અર્ચના-આરતી પણ યોજાયા હતા. ત્યાર બાદ આ દરેક પરિવારોએ આશ્રમનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું.
અમાસ નિમિત્તે અનેક ભાવિકોએ આશ્રની મુલાકાત લીધી હતી. માનસિક દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. માનસિક દિવ્યાંગો નવા વસ્ત્રોમાં સજ્જ બન્યા હતા. ધાર્મિક મંત્રોચ્ચાર સાથે શ્રાદ્ધની અનેરી ઉજવણી કરવામાં આવી હતી.
આયોજનને સફળ બનાવવા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, પંકજ કુરૂવા, જયેશ લાલન, દિલીપ લોડાયા, વાલજી કોલીએ જહેમત ઉઠાવી હતી.

