નવલી નવરાત્રીએ નવ દિવ્યાંગોને ટ્રાયસિકલ અર્પણ કરી માર્ગો પર ફરતા કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા નવલી નવરાત્રીએ નવ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર હરતા-ફરતા કરાયા હતા. દાતાશ્રી રમેશ એન્ડ લાલજી નારાણ દેવજી વરસાણી પરિવાર સામત્રા હાલે લંડન, પ્રશુન રમેશ નારાણ વરસાણી તથા પનીશા લાલજી નારાણ વરસાણી લગ્નતિથિ નિમિત્તે સામત્રા-કચ્છ દ્વારા ૪, સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા વર્ધમાનનગર દ્વારા-૨ તથા માનવજ્યોત-ભુજ દ્વારા-૩ મળી નવજેટલાદિવ્યાંગોને ટ્રાયસિકલો અપાઇ હતી. પ્રારંભે સંસ્થાનાં પ્રમુખ શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરીએ સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. રમેશભાઇમાહેશ્વરીએ સૌને આવકાર આપ્યો હતો. માનવજ્યોત દ્વારા અત્યાર સુધીમાં ૪૧૨ દિવ્યાંગોને ટ્રાયસિકલો પૂરી પાડવામાં આવી છે. બે મહિલાઓ સહિત ૯દિવ્યાંગોએ ટ્રાયસિકલ મેળવી ખુશી વ્યકત કરી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રબોધ મુનવરે, આભાર દર્શન સહદેવસિંહ જાડેજાએ કરેલ. વ્યવસ્થા રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, મુરજીભાઇ ઠક્કર, નીતીનભાઇ ઠક્કર, કનૈયાલાલ અબોટી, જેરામસુતાર, સહદેવસિંહ જાડેજાએ સંભાળીહતી.