મહારાષ્ટ્રનાં નાસિક વિસ્તારનાં જાઇદર ગામની યુવાન મહિલા ઉ.વ. 33 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. દેશનાં વિવિધ રાજ્યોનાં શહેરો, ગામડાઓમાં તે રખડતી-ભટકતી રહી હતી.
આખરે તે ગુજરાતનાં બાયડનાં જય અંબે મંદબુદ્ધિ સેવાશ્રમ મધ્યે પહોંચી હતી. ત્યાનાં સંચાલક શ્રી અશોકભાઇ જૈન તથા ટ્રસ્ટીગણ અને સ્ટાફ સર્વે એ તેની સારી સરભરા સાથે સારવાર કરી હતી.
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલ ત્યારે આ મહિલાને સાથે ભુજ તેડી આવ્યા. શ્રી રામદેવ સેવા8મ પાલારા-કચ્છ મધ્યે આશ્રય આપવામાં આવ્યો. નાસિક પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધી કાઢવામાં આવ્યું. સમાચાર મળતા જ તેનાં ભાઇ તથા તેનો પુત્ર તેને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા.
ગુમ મહિલાનું 13 વર્ષ પછી પરિવારજનો સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. તેને એક પુત્ર અને એક પુત્રી છે. ગુમ મહિલા 46 વર્ષની થઇ પોતાનાં ઘર પરિવાર સુધી પહોંચતા પરિવારજનોમાં ખુશી છવાઇ છે.
માનવતાનાં આ કાર્યમાં આનંદ રાયસોની, દિપેશ શાહ, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, શંભુભાઇ જોષી, સહદેવસિંહ જાડેજા, શ્રવણ ડાભી, નીતીન ઠક્કર સહભાગી બન્યા હતા.